ઉના,તા.૨૨
વેરાવળ-ભાવનગર નેશનલ હાઈવે રોડ બનાવવાનું કામ ચાલુ હોવાના લીધે તેમજ વેરાવળ-ભાવનગર રોડ બિસ્માર હાલતમાં હોય જેથી આ રોડના બદલે લોકો સામતેરથી બેડીયા ખાંભા રોડથી અમરેલી, રાજુલા જવાનો આગ્રહ રાખે છે. વધુમાં વધુ બેડીયા ખાંભા રોડ ઉપર વાહનવ્યવહાર ચાલે છે અને આજે આ માર્ગ પરના નાના પુલનું ભંગાણ થતાં અહીંથી પણ પસાર થવું મુશ્કેલ બન્યું. પુલ ધરાશાયી થતા આખો ટ્રક તેમાં ઘૂસી ગયો હતો. પરંતુ આ બનાવમાં કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
આ માર્ગની બંને સાઇડ ઉપર ઝાડીઓ અને વેલાઓ ઉગી નીકળેલા હોય તેમજ રોડ પણ સાંકડો હોય તેથી અવારનવાર સામસામે બે વાહનોને પસાર થવામાં પણ તકલીફ પડતી હોય છે. હાલ આ માર્ગ પર ભારે વાહન વ્યવહારનો ધસારો જોવા મળતો હોવા છતાં તંત્ર આ બાબતે કોઈ તસ્દી લેતું નથી તેવી લોકોમાં ચર્ચા જાગી છે. તેમજ નેશનલ હાઈવેનું કામ ચાલુ હોવાથી વેરાવળથી ભાવનગર રોડનું સમારકામ પણ થતું નથી. લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



