તળાવમાં માછલી પકડવા ગયેલા ૫ લોકોના મોતથી ખળભળાટ

0
94

દાહોદ,તા.૮
દાહોદના ઝાલોદમાં તળાવમાં માછલી પકડવા ગયેલા ૫ લોકો ડૂબી ગયા હતા અને પાણીનો પ્રવાહ ખુબ હોવાથી ૪ મહિલા સહિત એક વ્યક્ત ડૂબી જતા આસપાસના લોકો તળાવની આસપાસ એકઠા થઇ ગયા હતાં. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ ૪ મહિલા અને એક પુરૂષની લાશ બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદના ઝાલોદ તળાવમાં લોકો સામાન્ય રીતે માછલીઓ પકડવા જાય છે. સારમારિયા ગામના તળાવની આ ઘટના છે. આ તળાવમાં પાણી ખુબ જ ઉંડાણભર્યુ હોય છે. આજે માછલી પકડવા માટે ૪ મહિલા સહિત એક પુરૂષે માછલી પકડવા માટે તળાવમાં ઉતર્યા હતાં પરંતુ ઉંડા પાણીમાં ઘરકાવ થઇ જતા તમામ લોકો પાણીમાં ઘરકાવ થઇ ગયા હતા અને તમામ લોકો મોતને ભેટ્યા હતાં. પાંચ લોકોના મોતની ખબર વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઇ ગઇ હતી. પાંચ લોકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મૃતકોના હૈયાફાળ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયુ હતું.
સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને તમામ લોકોની લાશને બહાર કાઢ્યા હતાં. ઘટનાનાં પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ પાસે એકઠા થઇ ગયા હતાં અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY