દિલ્હી જેવા મોટા શહેરોએ અપનાવવા જેવી છે સુરતની ‘અંડરગ્રાઉન્ડ’ સિસ્ટમ

0
195

અંડર ગ્રાઉન્ડ કચરાપેટી : દુર્ગંધની સમસ્યાથી છૂટકારો : રિયલ ટાઇમ ટ્રેકિંગ

દિલ્હી અને અન્ય મોટા શહેરો જેમના માટે કચરાના નિકાલની વ્યવસ્થા એક મોટો પડકાર છે, તેમના માટે સુરત એક ઉદાહરણ છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સુરત મ્યુનિપાલિટીએ  શહેરમાં ૪૩ અંડરગ્રાઉન્ડ ગારબેજ બિન્સ ઈન્સ્ટોલ કરી છે. પ્રત્યેક કચરાપેટી ૧.૫ ટન કચરાનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. કન્ટેનર જયારે ૭૦  ટકા ભરાઈ જાય  તો સેન્સરની મદદથી કંટ્રોલ રૂમને એલર્ટ મળી જાય છે. આ અંડરગ્રાઉન્ડ કચરાપેટીઓને ફૂટપાથ પર ગોઠવવામાં આવી છે અને બે ભાગમાં  વહેંચી દેવામાં આવી છે. એક ભાગમાં લોકો કચરો ફેંકી શકશે અને બીજામાં કચરો ભેગા અકીલા કર્યા પછી મ્યુનિસિપાલિટીના કામદાર ફેંકશે. SMCના કમિશનર  એમ.થેન્નારસન જણાવે છે કે, અમે આવી બીજી ૭૫ કચરાપેટી મુકીશું. ગણતરીના વિસ્તારોમાં શરુ કરવામાં આવેલી આ પહેલ પછી બીજા કાઉન્સિલર પણ આની માંગ  કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એમ.થેન્નારસન સુરત સ્માર્ટ સિટી પ્રોજે્ટના ડિરેકટર અને ચેરમેન પણ છે. મેટલની આ કચરાપેટીને ક્રેન્સની મદદથી  ખાલી કરવામાં આવે છે અને કોઈ માણસે કચરાપેટીને હાથ લગાવવાની પણ જરૂર નથી હોતી. કમિશનરના ડેપ્યુટી સી.વાય.ભટ્ટ જણાવે છે કે, આ સૌથી બેસ્ટ ઓપ્શન   છે, કારણે આમાં કચરાપેટીના આસપાસના વિસ્તારમાં દુર્ગંધની સમસ્યા પણ નથી રહેતી. વરસાદમાં પણ કચરાપેટીમાં પાણી નથી જતું. ઉલ્લેખનીય છે કે  સુરત શહેરમાં દરરોજ લગભગ ૨૧૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી ૮૦૦ ટન કચરાને પ્રોસેસ કરવામાં આવે છે. ઓફિસર્સનો દાવો છે કે, બાકીના કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવે છે. લ્પ્ઘ્ દ્વારા કચરાના ડોર-ટુ-ડોર કલેકશન માટે ૯૦૦ રૂટ્સ માટે ૪૨૫ વાહનો તૈનાત કર્યા છે. દરેક ગાડી પર RFID અને GPS છે, જેનથી ટ્રેકિંગ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, સુરતમાં દરરોજ લગભગ ૫૭ મિલિયન લીટર સુવેજને પ્રોસેસ કરીને ૪૦ મિલિયન લીટર્સ પીવાલાયક પાણીમાં પરિવર્તિત કરવામાં આવે છે, જેનો ઉપયોગ પાંડેસરા ઈન્ડ્સ્ટ્રીઅલ એસ્ટેટમાં કરવામાં આવે છે, જયાં ડાય અને પ્રિન્ટિંગ મિલ્સ આવેલી છે. થાનેસરન જણાવે છે કે, ઈન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાતો પુરી પાડવાની સાથે મ્યુનિસિપાલિટી શહેરમાં મોટા પ્રમાણમાં વસતી માઈગ્રન્ટ વસતીનું પણ ધ્યાન રાખે છે. કોર્પોરેશન દ્વારા પાંચ હાઉસિંગ પ્રોજેકટ્સનું કામ શરુ કરવામાં આવ્યું છે જયાં માઈગ્રન્ટ વર્કર્સ રહી શકશે અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું ભાડું ચુકવશે. ૧૮ મહિનામાં આ હાઉસિંગ કોલોની બનીને તૈયાર થઈ જશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY