કોંગ્રેસમાં ભૂકંપઃ સરપંચ અને પ્રમુખ ભાજપમાં જોડાયાં

0
7

જુનાગઢ,તા.૨૮
જૂનાગઢનાં માળીયા હાટીનાં કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ સાથે ૨૫ ગામનાં સરપંચ અને ૬ તાલુકા પંચાયતનાં સભ્યો ભાજપમાં જાડાયાં છે. તો તાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખ પણ ભાજપમાં જોડાયાં છે તેમજ જિલ્લા કોંગ્રેસનાં મહિલા પ્રમુખ પણ ભાજપમાં જોડાયાં છે. આ પ્રસંગે મંત્રી મનસુખ મંડવીયાએ ખેસ પહેરાવીને સૌને ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હમણાં બે દિવસ પહેલાં જ બનાસકાંઠામાં પણ કોંગ્રેસનાં ૭ સભ્યો ભાજપમાં જાડાતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. કાંકરેજની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં મોટું ભંગાણ પડ્યું હતું. તાલુકા પંચાયતનાં કોંગ્રેસનાં ૭ સભ્યો ભાજપમાં જોડાયાં છે. પાટણ ખાતે કાંકરેજનાં ધારાસભ્ય કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સાતેય સભ્યો ભાજપમાં જોડાઇ ગયાં છે.
કોંગ્રેસનાં ૭ સભ્યો ભાજપમાં જોડાતાં મહત્વનું છે કે ભાજપનું કદ પણ વધ્યું છે અને ભાજપ પાસે હવે ૧૫ જેટલાં સભ્યો છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી હવે નજીકમાં આવી રહી છે અને તે પહેલાં કોંગ્રેસમાં એકાએક ભંગાણ થતાં જ કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. ત્યારે ગુરૂવારે ફરી વાર જૂનાગઢનાં માળીયા હાટીનાં કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. જેમાં ૨૫ ગામનાં સરપંચ અને ૬ તાલુકા પંચાયતનાં સભ્યો ભાજપમાં જોડાયાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY