સુરત, તા.૧૯ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાથે આજે વિજયાદશમીએ કેવડિયા સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓની થઈ રહેલી કામગીરી નિહાળી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જયંતિએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને રાષ્ટ્રાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એક અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આગામી તા.૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે એવા વિશ્વના અજોડ અને ભવ્યત્તમ સ્મારક નિર્માણનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે, ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની દેશ અને દુનિયાને પ્રતિતી કરાવશે એમ તેમણે દ્રઢપણે જણાવ્યું હતું.
શ્રી રૂપાણીએ ગૌરવસહ કહ્યું કે, ૩૧ ઓક્ટોબર એ ભારતના ઈતિહાસમાં મહત્વનો દિવસ બની રહેવાનો છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સરદારના વિરાટ વ્યક્તિત્વ અને બૂલંદ મિજાજને ઉજાગર કરતું અને દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપનારૂં સૌથી અનેરૂં સ્મારક ગણાવ્યું હતું. પ્રતિમાના પરિસરમાં શ્રેષ્ઠત્તમ પ્રવાસન સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબની પ્રતિમા, વિવિધ રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડસ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ ૧૭ કિ.મી. લાંબી અને ૨૩૦ હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાતનિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ટેન્ટ સિટી, એક ભારત, શ્રેષ્ઠ ભારત ભવન સાઈટ, ફૂડ કોર્ટ, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, વિઝીટર્સ સેન્ટર વગેરે સ્થળોની પણ મુલાકાત લઇને તલસ્પર્શી વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી જાણી હતી. શ્રી રૂપાણીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સમગ્ર પરિસરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથોસાથ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે યોજાનાર લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભમાં વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું. સરદાર સરોવર ડેમથી ત્રણ કિ.મી.દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ પર તૈયાર થઇ ચૂકેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકાર્પણના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ સાધુ બેટની જાતમુલાકાત લીધા બાદ જિલ્લા વહીવટીતંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.
આ સમગ્ર મુલાકાત દરમ્યાન મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાસનાથન, રાજ્યના પંચાયત અને જળસંપત્તિ વિભાગના અગ્ર સચિવશ્રી એ.કે.રાકેશ, નિગમના ટેકનિકલ ડિરેક્ટરશ્રી નાગપરા, જિલ્લા કલેકટર આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડા. જીન્સી વિલીયમ્સ, પૂર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, રેંજ આઈ.જી.શ્રી અભય ચુડાસમા, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા, નિગમના મુખ્ય ઇજનેરશ્રી પી.સી. વ્યાસ, અધિક્ષક ઇજનેરશ્રી એચ.આર. કાનુનગો તેમજ પ્રતિમા નિર્માણ સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને ઇજનેરશ્રીઓ પણ જોડાયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



