સુરત, તા. ૧૮
રિંગરોડ રાધા ક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટના એક કાપડના એક વપેરી પાસે જુદી-જુદી બ્રોડનુ઼ કાપડ લઈને રૂ. ૨૬.૪૮ લાખનું પેમેન્ટ નહીં ચૂકવી ૧૦ આરોપીઅો ફરાર થઇ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભટાર વનિતા પાર્ક કેશવનારાયણ એપાર્ટમેન્ટ ખાતે પ્રકાશભાઈ જીરાવાળા રહે છે. આરોપી સુરેન્દ્રકુમાર, કિરીટ પટેલ, એસ. ભગવાન દિલીપ પટેલ, ફૂલચંદ વર્મા, સુનીલ ચૌધરી, વેકટેશ પ્રસાદ, રાજેશ, જય ઘનશ્યામ રાઠી, તથા ઘનશ્યામ રાઠી વિગેરેઅોએ એકબીજાની મદદગારી કરી વર્ષ – ૨૦૧૩થી આજદિન સુધીમાં રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં પ્રકાશ જીરાવાળા પાસેથી જુદા જુદા નામ પર કાપડની ખરીદી કરી હતી. કુલ્લે ૨૬.૪૮ લાખના કાપડના માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકતે કરી ૧૦ આરોપીઅો ફરાર થઇ ગયા હતા. કાપડના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






