સુરત, તા. ૧૮
કામરેજ તાલુકાના શેખપુર ગામના રૂદ્ર રેસીડેન્સી પાસે સામ- સામે થયેલી મારા-મારીના ગુનામાં કામરેજ પોલીસે બંને વ્યકિતઅોની ક્રોસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખપુર ગામના આનંદ વાટીકાની સોસાયટીમાં વનરાજ પરમાર રહે છે. તેઅો સાડીઅોનું લેશ તથા ડાયમંડ વર્ક અને લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. ગત દિવસોમાં રૂદ્ર રેસિડેન્સી ખાતે રહેતા જયેશ ડોમડિયાએ વનરાજભાઈ પર જૂની અદાવતમાં ધારીયાથી માથાના ભાગે હુમલી કર્યો હતો. આ ઝઘડાને જાઈને છોડાવવા ગયેલા વનરાજભાઈના પિતાને પણ માર મારી ઈજાઅો પહોચાડી હતી. કામરેજ પોલીસ મથકમાં વનરાજભાઈએ જયેશ ડોમડીયા, વિલાબેન તથા પુત્રી દિવ્યા સામે નોંધાયેલી એક પોલીસ ફરિયાદમાં જણાવ્યં હતું કે, વનરાજ પરમાર, ચંદ્રિકા પરમાર, શ્વેતાબેન તથા અન્ય એક ઈસમે એકબીજાની મદદગારી કરીને લોખંડના પાઈપ વડે તેમના પર હુમલો કરી બિભત્સ ગાળો આપી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંને સામે સામ-સામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



