ઉત્તરપ્રદેશમાં નામ બદલવાની સ્પર્ધા : સુલ્તાનપુર જિલ્લાનું નામ બદલી કુશપુર કરવા માંગ

0
196

ભાજપ ધારાસભ્યએ નામ ભગવાન રામના પુત્ર કુશના નામ પર રાખવા માંગ કરી
લખનઉ,તા.૧૫
ઈલાહાબાદ અને ફૈઝાબાદ પછી હવે સુલ્તાનપુર જિલ્લાનું નામ બદલવાની માંગ ઉઠી રહી છે. સ્થાનિક બીજેપી ધારાસભ્યએ તેમનું નામ ભગવાન રામના પુત્ર કુશના નામ પર કુશપુર અથવા તો કુશભાવનપુર રાખવાની માંગ કરી છે. તેમના આ પ્રસ્તાવને સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને વિધાનસભાના શિયાળુસત્રમાં ચર્ચા માટે લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવ્યું છે.
લમુહાથી બીજેપી ધારાસભ્ય દેવમણિ દવિવેદીએ કહ્યું કે, તેમણે નામ બદલવાનો પ્રસ્તાવ પહેલાથી જ રાખ્યો છે. મેં મારો અભિપ્રાય આપ્યો છે કે સુલ્તાનપુરનું નામ તેના અસલી નામ પર રાખવામાં આવે. સુલ્તાનપુરનું નામ કુશપુર અથવા તો કુશભાવનપુર કરવાનો અભિપ્રાય આપ્યો છે.
તેમણે કહ્યું કે, દર વર્ષે ૨૬ ઓગસ્ટે જિલ્લામાં કુશભાવનપુર દિવસનું આયોજન કરવામાં આવે છે. આઝાદી પછી દરરોજ એક રેલી કાઢવામાં આવે છે. નગર પાલિકાનું નામ બદલવાનો પ્રસ્તાવ પણ પસાર કરી દીધો છે. હવે પ્રસ્તાવને નગર પંચાયત વિભાગને મોકલવામાં આવ્યો છે.
સૂત્રોના મતે, સુલ્તાનપુર પછી રોબટ્‌ર્સગંજનું નામ પણ બદલાઇ શકે છે. તેના સિવાય શાહજહાંપુરનું નામ પણ બદલાઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે યોગી સરકારમાં ઈલાહાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કરી દેવામાં આવ્યું છે. અગાઉ આ વર્ષે મુગલસરાય જંક્શનનું નામ પંડિત દિન દયાલ ઉપાધ્યાય નગર કરી દેવામાં આવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY