કેસની સુનાવણીને ૨૨ નવેમ્બર સુધી લંબાવાઈ
ન્યુ દિલ્હી,તા.૧૫
હેરાલ્ડ હાઉસને ખાલી કરવાના મામલે ગાંધી પરિવાર અને એસોસિએટેડ જર્નલ લિમિટેડ(એજેએલ)ના પ્રકાશકોને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે નેશનલ હેરાલ્ડ હાઉસ કેસની સુનાવણીને ૨૨ નવેમ્બર સુધી લંબાવી દીધી છે. આ વચ્ચે હેરાલ્ડ ભવનને ખાલી કરવા માટે જે કાર્યવાહી થઇ રહી હતી તે પહેલાની જેમ ચાલતી રહેશે.
કોર્ટમાં એસોસિએટેડ જર્નલ લિમિટેડનો પક્ષ રાખીને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ભાવના સાથે હેરાલ્ડ ભવનને ખાલી કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર બદલાની ભાવનાથી કાર્યવાહી કરાવી રહી છે. નોંધનીય છે કે, કેન્દ્ર તેના એક નિર્ણય દ્વારા હેરાલ્ડ ભવનની લીઝને રદ કરી દીધી હતી. આ સંબંધે અરજીકર્તાઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દબાણ ઉભુ કરવામાં આવી રહ્યું છે કે, જા હેરાલ્ડ હાઉસને ખાલી નહિ કરાવવાને કાયદાની કલમ ૧૭૧નો ઉલ્લંઘન ગણવામાં આવશે અને સરકાર કાર્યવાહી કરી શકે છે.
આ સાથે પ્રકાશકોને ૧૫ નવેમ્બર સુધી ઇમારત ખાલી કરવા જણાવ્યું હતું. સરકારના નિર્ણય વિરુદ્ધ એજેએલે દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ દિલ્હી હાઇકોર્ટ ૧૫ નવેમ્બર સુધી સુનાવણીને લંબાવી દીધી છે. પ્રકાશક શહેરી વિકાસ મંત્રાલયના ૩૦ ઓક્ટોબરના આદેશને પડકાર આપતા મંગળવારે કોર્ટ તરફ વળ્યા હતા. જેમાં તેને ૫૫૬ વર્ષ જુની લીઝને સમાપ્ત કરી આઇટીઓ સ્થિત પ્રેસ એનક્લેવમાં રહેલા ભવનને ખાલી કરવા જણાવાયું હતું.
કોંગ્રેસે પહેલા આરોપ લગાવ્યો હતો કે, ભાજપની સરકાર હેરાલ્ડ હાઉસની લીઝ રદ કરવા દબાણ કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે જણાવ્યું હતું કે, નેશનલ હેરાલ્ડ અને તેના સહયોગી પ્રકાશન દેશની જનતાની સામે સત્ય લાવી રહ્યા છે અને સત્યને સરકાર સહન નથી કરી શકતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




