યુપીમાં સની લિયોની, હાથી, કબૂતર અને હરણ પણ છે મતદાર !
બલિયા,તા.૨૪
ઇલેકશન કમિશન ઓફ ઈન્ડિયાને વિપક્ષી દળો ઇવીએમને લઇ નિશાને લઇ રહ્યા છે. જોકે, મતદાર લિસ્ટમાં પણ અનેક પ્રકારની ગડબડો અત્યારથી જ સામે આવી રહી છે. જાકે, રાજનૈતિક દળ આ વાત પર ધ્યાન નથી આપી રહ્યા બલિયામાં તો મતદાર લિસ્ટમાં મોટા પ્રમાણમાં ગરબડ જોવા મળી છે. જયાં સની લિયોની, હાથી, કબૂતર અને હરણને પણ મતદાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
પૂર્વ મંત્રી નારદ રાયની જગ્યાએ તેમના વોટિંગ કાર્ડમાં હાથીનો ફોટો જોવા મળે છે. આ પછી મામલતદારે આ કાર્ય કરનાર ડેટા એન્ટ્રી ઓપરેટરના સ્થાને મહિનાઓ પહેલા કામ કરનાર ડેટા એન્ટ્રી ઓપરેટર સામે ફરીયાદ દાખલ કરાવી હતી. મામલતદાર ઓફીસમાં થયેલી જાતિ, વર્ષ વગેરેના પ્રમાણપત્રોમાં ગેરરીતિના તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. સંબંધિત ઓફીસમાં મતદાર લિસ્ટમાં ભારે ગરબડ જોવા મળી છે. જયારે વિવેકાનંદ કોલોનીની રહેવાસી એક મહિલાના ફોટોની જગ્યાએ સની લિયોનીનો ફોટો લગાવવામાં આવ્યો છે. અંકુર સિંહના ફોટાના બદલે હરણ અને કુમાર ગૌરવના ફોટાના સ્થાન પર કબૂતર લગાવવામાં આવી છે. ઇલેકશન કમિશન અનુસાર પહેલી મેથી ૩૦ જૂન વચ્ચે મતદાર લિસ્ટની કામગીરી કરવાની હતી. જેમાં આ ગરબડ જોવા મળી હતી.
આ વિશે તાલુકાના ઉપરી અધિકારી અશ્વિની શ્રીવાસ્તવનું કહેવું છે કે આ મામલો તેમના કાર્યકાળ પહેલાનો છે અને ભૂતપૂર્વ અધિકારીઓ તરફથી કરવામાં આવેલી તપાસમાં ડેટા ઓપરેટર પર આ પ્રકારની ગરબડ કરવાની શંકા વ્યકત કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થઇ છે અને પોલીસ તપાસમાં બધું જ સ્પષ્ટ થઇ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




