પવાર વિપક્ષી એકતા માટે સક્રિય થયા.

0
195

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો પોત પોતાની વ્યુહરચના વધુને વધુ આક્રમક બનાવી રહ્યા છે. તમામ પક્ષો કોઇ પણ કમી રાખવા માટે તૈયાર નથી. વરિષ્ઠ નેતાઓ લાભ નુકસાનને લઇને ગણતરી કરી રહ્યા છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસની તૈયારી સૌથી વધારે દેખાઇ રહી છે. જાણકાર રાજકીય પંડિતો નક્કરપણે માને છે કતે ભાજપની શક્તશાળી ચૂંટણી મશીનરીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસની તૈયારી નહીંવત દેખાઇ રહી છે. આને લઇને કોંગ્રેસ ખુબ નબળી દેખાઇ રહી છે.

કોંગ્રેસ નેતૃત્વ દ્વારા તમામ મામલે તૈયારી કરવામાં આવી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી હવે યોજાનાર છે. કોંગ્રેસ પાર્ટી કદાચ માની રહી છે કે આ રાજ્યોમાં તેની સ્થતી મજબુત દેખાઇ રહી છે. જેથી વિપક્ષી એકતાની વાતચીત આ રાજ્યોમાં ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ શરૂ કરવામાં આવનાર છે. પરંતુ આ વિચારધારામાં પોતાની ગરદન સરકારના હાથમાં આપવા જેવી પણ છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાના મુદ્દે દેશમાં હાલમાં ચર્ચા છેડાઇ ગઇ છે. બંને ચૂંટણી એક સાથે કરાવવાની સ્થતીમાં આ ગણિત કામ લાગશે નહી. ભાજપની શક્તશાળી ચૂંટણી મશીનરીનો સામનો કરવા માટે હાલમાં રાષ્ટ્રીય સ્તર પર ખુબ કમજાર તરીકે કોંગ્રેસ પાર્ટી દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટીને એકલા હાથે જ તૈયારી કરવી પડશે. શÂક્તશાળી મરાઠા નેતા અને વરિષ્ઠ નેતા શરદ પવારને આ પરેશાનીનો અંદાજ રહેલો છે. જેથી તે કેટલાક કામો સાથે કરી રહ્યા છે. રાજ્ય સ્તરીય તાલમેળના હેઠળ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભા સીટોને લઇને વાતચીત શરૂ કરી દીધી છે.

ખુદ પવાર આગામી પખવાડિયામાં તમામ વિરોધ પક્ષો સાથે વાતચીત કરનાર છે. સાથે સાથે દેશના વૈચારિક અને રાજકીય વિબાજનને લઇને એક માળખુ તૈયાર કરશે. ચૂંટણીના પરિણામ કઇ પણ હોય પરંતુ શરદ પવાર સક્રિય થવાથી વિપક્ષમાં નવી જાન ચોક્કસપણે આવી છે. શરદ પવાર મેદાનમાં ઉતરવાથી વિપક્ષની તાકાત વધી પણ શકે છે તેમાં કોઇ બેમત નથી. શરદ પવારે ફરી પોતાના અનુભવના આધાર પર તૈયારી શરૂ કરી દીધી છે. કર્ણાટકમાં મુખ્યપ્રધાન તરીકે કુમારસ્વામીએ શપથ લીધા ત્યારે તમામ બિન બાજપ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં તૃણમુળ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી, બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, ટીડીપીના નેતા ચન્દ્રબાબુ નાયડુ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ તેમજ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધી હાજર રહ્યાહતા. વિપક્ષી એકતા દર્શાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જા કે વિપક્ષી એકતા સ્થાપિત કરીને સાથે આગળ વધવાની બાબત સરળ નથી. કારણ કે તમામ રાજ્યોના નાના ક્ષેત્રીય પક્ષોને મહાગઠંધન કરવા માટે પોતાની મહત્વકાંક્ષા છોડી દેવી પડશે.

આગામી થોડાક મહિનામાં યોજાનાર ચૂંટણીને લઇને તૈયારી તમામ પક્ષો અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસે હાથ ધર્યા છે. ક્ષેત્રીય પક્ષો ખુલીને મોદી સરકારની સામે જવાથી થનાર લાભ નુકસાનની ગણતરી કરવામાં આવી રહી છે. જા કે ઠોસ રાજનીતિની નજરથી જાવામાં આવે તો વધારે કોઇ નક્કર ચિત્ર ઉપસી રહ્યુ નથી. એક એક સીટ પર મજબુત ઉમેદવારને મેદાનમાં ઉતારી દેવાની ગણતરી છે. જે પોતાના ખાસ લોકોને પણ ના પાડવાની ફરજ દરેક પક્ષને પડી રહી છે. ટોપ સ્તર પર એવી ગણતરી છે કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઇ ખાસ પહેલ કરવામાં આવી નથી. જેથી હવે શરદ પવાર દ્વારા પ્રયાસ હાથ ધરતા નાના રાજકીય પક્ષોમાં ચોક્કસપણે નવા પ્રાણ ફુકાયા છે. ભાજપ સામે ટક્કર લેવા માટે હવે મજબુત ગઠબંધનની જરૂર દેખાઇ રહી છે. કારણ કે ભાજપને શક્તશાળી મશીનરી ગોઠવી દીધી છે. જેને રોકવા માટેના પ્રયાસ મુશ્કેલરૂપ બની શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY