રોહતક,તા.૨૪
હરિયાણામાં એક રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડીને મોટી માત્રામાં દારૂ, બિયર અને નશીલી દવાનો જથ્થો ઝડપી પાડયો છે. સોનીપતમાં ગેસ્ટ હાઉસના ધાબા પર આ રેવ પાર્ટી ચાલી રહી હતી. તમામ લોકો નશામાં ધૂત હતા અને રેવ પાર્ટીમાં મદહોશ હતો. બરાબર તે જ સમયે પોલીસે રેડ પાડીને નબીરાઓની આશા પર પાણી ફેરવી નાખ્યું.
ઉલ્લેખનીય છે કે, આ રેવ પાર્ટીમાં મોટાભાગના લોકો કોલેજ સ્ટુડન્ટ્સ છે. પોલીસ જ્યારે ગેસ્ટ હાઉસના ધાબા પર પહોંચી તો દ્રશ્યો જાઈને પોલીસ પણ આશ્ચર્યામાં મૂકાઈ ગઈ. રેવ પાર્ટીમાં માત્ર છોકરાં જ નહીં છોકરીઓ પણ સામેલ હતી. તો કેટલાંક છોકરા વિદેશી હોવાનું પણ સામે આવ્યું છે.
આપને જણાવી દઇએ કે, ઝડપાયેલા વિદ્યાર્થીઓ માંથી કેટલાક તો નશામાં એટલા ધૂત હતા કે તેઓને એ પણ નહોંતી ખબર કે શું ચાલી રહ્યું છે. કેટલાંક લોકો ધાબા પર નશામાં આળોટતા પણ જોવા મળ્યા હતા.
જ્યારે નશામાં ધૂત કેટલાંક લોકોને સહારો આપીને તો કેટલાંકને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા.પોલીસે હાલ દારૂ, બિયર અને નશીલી દવાનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


