વકીલની ઓફિસમાં ત્રાટક્યા તસ્કરો : પાંચ લાખની ચોરી કરી રફ્ફૂ

0
10

અમદાવાદ,તા.૧૧
બોપલ વિસ્તારમાં આવેલા ન્યૂયોર્ક દર્શન કોમ્પ્લેક્સમાં વકીલની ઓફિસમાં તસ્કરો ત્રાટકી ક્લાયન્ટના દસ્તાવેજના અને ફીના કુલ રૂ. પાંચ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ સાઉથ બોપલના સફલ પરિસરમાં રહેતા મંથન રાવલ વકીલાત કરે છે. બોપલ વિસ્તારમાં આવેલા ન્યૂયોર્ક દર્શન કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. મંગળવારે રાતે મંથન અને તેમના ત્યાં કામ કરતા બે વ્યકિત સાડા આઠે દુકાન બંધ કરી અને ઘરે ગયા હતા.
બીજા દિવસે સવારે બાજુમાં આવેલી હેર કટિંગની દુકાનના માલિકે મંથનને ફોન કરી જાણ કરી હતી કે તમારી ઓફિસનું અડધું શટર ખુલ્લું છે, જેથી મંથને તાત્કાલિક ઓફિસે પહોંચી તપાસ કરતાં ટેબલનું ડ્રોઅર ખુલ્લું હતું.
ડ્રોઅરમાં તેમના ચાર ક્લાયન્ટના દસ્તાવેજ કરવાના અને ફીના કુલ રૂ. ૪.૯૦ લાખ ગાયબ હતા. કોઈ અજાણી વ્યકિત મોડી રાતે ઓફિસનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કરી રૂ. ૪.૯૦ લાખ રોકડની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. બોપલ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY