ઉપગ્રહથી બે વર્ષ પહેલા થયેલ ૫.૭૮ કરોડની લૂંટનો પર્દાફાશ..!!

0
45

ચેન્નાઈ,તા.૨૮
અપરાધ માટે કહેવત છે કે અપરાધી ગમે તેટલો હોંશિયાર કેમ ન હોય પરંતુ તે પોતાની પાછળ કોઇને કોઇ સંકેત છોડી જાય છે. આવું જ કંઇક બન્યુ છે બે વર્ષ પહેલા થયેલ સલેમ-ચેન્નઇ ઇગમોર એક્સપ્રેસમાં ૫.૭૮ કરોડની લૂંટ કેસમાં. તમિલનાડૂની પોલીસે બે વર્ષની સખત મહેનત કર્યા બાદ નાસાની મદદ માંગી હતી. લૂંટ બાદ તમિલનાડૂ પોલીસે પણ લૂંટારાઓને પકડવાનું મન બનાવી લીધું હતું પરંતુ કેસને લગતા કોઇ પ્રકારના સંકેત કે કડી ન મળતા પોલીસે અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા પાસેથી સેટેલાઇટ ફોટોઝની મદદ માંગી હતી, જેના પરથી પોલીસની સીઆઇડી શાખાએ ચોરોની તપાસ ચાલુ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ચોરો મધ્યપ્રદેશ અને બિહારના હતા.
સૂત્રો મુજબ શંકાસ્પદ આરોપીઓને પકડવા માટે તમિલનાડૂ પોલીસ મધ્યપ્રદેશ પહોંચી ગઇ છે. આ લૂંટ કેસમાં ૧૧ અપરાધીઓ હોવાનું માનવામાં આવે છે જે ઉત્તર ભારતમાં થયેલા ઘણા ગુનાઓમાં સામેલ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે લૂંટારોઓને જલ્દી ઝડપી લેવાશે.
નોંધનીય છે કે બે વર્ષ પહેલા ટ્રેનની આ લૂંટ ત્યારે કરાઇ હતી જ્યારે ટ્રેન વૃંદાચલમ અને સલેમ સ્ટેશનની વચ્ચે સિગ્નલ મળવાની રાહ જોઇ રહી હતી. જેનો ફાયદો ઉઠાવીને લૂંટારાઓએ ટ્રેનની છત કાપીને આરબીઆઇના ૫.૭૮ કરોડ રૂપિયા ઉડાવી ગયા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY