ઉપલેટા: ગતરોજ તા. ૫/૮/૧૮ ને રવિવાર ના રોજ ઉપલેટા બસસ્ટેન્ડ ચોકમાં આવેલ સિંહાર પ્રાથમિક શાળા ખાતે ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સૌજન્યથી ઉપલેટા શહેર તથા તાલુકાના ગામડાઓમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે બીજા મેગા મેડીકલ કેમ્પનું આયોજન ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. ધારાસભ્યને મળતો પગાર ઉપલેટા તથા ધોરાજીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે પચાસ-પચાસ ટકા વાપરવાનો નિર્ણય કર્યો હતો. જે બોલેલું પાળી બતાવી તેના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. આ કેમ્પમાં આવેલ જરૂરીયાતમંદ દર્દીઓને જરૂરી દવા, કાર્ડિયોગ્રામ, નિદાન માટે લોહીની તપાસ ૧૪૬ જેટલા દર્દીઓને તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. જેમાં લેબોરેટરીમાં ૨૮ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. તેમજ દર્દીઓ માટેની દવા ઉપલેટા શહેરના બાવલા ચોકમાં આવેલ આરામ ગેસ્ટ હાઉસ નીચેના પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી હતી. તેમજ RSBY યોજના અંતર્ગત જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં સર્જીકલ, ગાયનેક તેમજ ફિઝિશિયનને લગતા તમામ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. રાજીવ ધોકિયા, ડો. હિતેષ કાલરીયા, ડો. પિયુષ કણસાગરા, ડો. જ્યોતિ કણસાગરાએ પોતાની નિઃશુલ્ક માનદ સેવાઓ આપી હતી. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા લલિતભાઈ વસોયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, કોંગ્રેસ આગેવાનો કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, ગઢાળા ગામના સરપંચ નારણભાઈ આહિર, કેશુભાઈ સિણોજીયા, હાજીભાઈ શિવાણી, લાલાભાઈ હડફા, મહિલા કોંગ્રેસ પ્રમુખ આરતીબેન માકડીયા, કોંગ્રેસના મહામંત્રી કમલેશભાઈ વ્યાસ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કૃષ્ણકાંતભાઈ ચોટાઈએ તથા આભાર વિધિ કમલેશભાઈ વ્યાસે કરી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598 7016006334
*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



