કચ્છનું નાનું રણ સૂકું રહેતાં અગરિયાઓ બન્યા ચિંતિત

0
14

કચ્છ,તા.૯
કચ્છના નાના રણના તળમાં રહેલા ખારાપાણી વડે ખેતી થાય છે. આમ જુઓ તો વરસાદી પાણી અને મીઠા ઉત્પાદનની પ્રકિયાને કશું પણ લેવા દેવા નથી તેમ છતાં ચોમાસુ પાણીથી છલકાયેલું રણ મીઠા ઉદ્યાગ માટે ઉપકારક ગણવામાં આવે છે. કચ્છના નાના રણમાં અગરિયાઓ આઠ મહિના માટે વસવાટ કરીને રણમાં ક્્યારા બનાવી મીઠાનું ઉત્પાદન કરે છે. પ્રતિવર્ષ અંદાજે વીસ લાખ મેટ્રિક ટન કરતા વધારે મીઠાનું ઉત્પાદન કરાય છે. પ્રતિવર્ષ અંદાજે વીસ ટન કરતા વધારે મીઠાનું ઉત્પાદન થાય છે. ચોમાસુ સારું હોય ત્યારે બનાસ, રૂપેણ, ઉમય અને અસંખ્ય વોકળાઓનું પાણી રણમાં ઠલવાતા રણ છલકાઈ જાય છે. જાકે, આ વખતે ઓછા વરસાદથી રણ છલકાયું નથી અને લગભગ સૂકું રહ્યું છે. આ હિસાબે અગરિયાઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે. રણ સૂકું રહેતા આગામી વરસે ધૂળની આંધી સર્જાવાની શક્્યતાઓ બેવડાઈ જાય છે. આ આંધીઓ મીઠાના ક્્યારા અને મીઠાના પાકને ભારે નુકસાન પહોંચાડે છે.
આ ઉપરાંત સૂકા રણમાં મીઠાનાં ક્્યારા બનાવતી વખતે કયારાનું તળિયું કાચું રહી જવાની સંભાવનાઓ વધી જાય છે. ક્્યારાનું તળિયું કાચું રહી જતાં તળિયાની માટી મીઠા સાથે ભળી જતાં મીઠાની ગુણવત્તા ખરાબ થાય છે. જા કે, અગરિયાઓને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદથી રણ છલકાઈ જવાની આશા છે. વરસાદ વગરના સૂકાં રણથી મીઠાના આગોતરા સોદા માટે રણ પાણીથી છલકાવવાની અગરિયાઓ અને વેપારીઓ દ્વારા રાહ જાવાઈ રહી છે. ચોમાસું વિદાય થવાને અને મીઠાની નવી સિઝનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જા રણ છલકાય નહીં તો મીઠાની ગુણવત્તા અને વ્યવસાય માટે આગામી વર્ષ કપરું રહેવાની શક્્યતાઓ સેવાઈ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY