અમદાવાદ,તા.૧૨
દિવાળીનાં તહેવારો અને વેકેશન દરમિયાન રેલ મુસાફરી કરતા પ્રવાસીઓમાં મોટો વધારો થાય છે. મોટા ભાગની ટ્રેન આ સમય દરમિયાન હાઉસફૂલ રહે છે એટલું જ નહીં, વેઇટિંગ પણ મોટું રહે છે ત્યારે રેલવે તંત્રએ રેલ પ્રવાસીઓને મોબાઈલ ટિકિટિંગ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા યુટીએસ એપથી રેલવે ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને પ ટકા ડિસ્કાઉન્ટનો લાભ ફેબ્રુઆરી માસ સુધી જાહેર કર્યો છે.
અમદાવાદ સહિત રાજ્યનાં તમામ રેલવે ડિવિઝનમાં યુટીએસ મોબાઈલ એપ કાર્યરત છે. ૧૩૮ હેલ્પ લાઈન ઉપર પ્રવાસી આ બાબતે વધુ જાણકારી મેળવી શકે છે અને યુટીએસ એપ ડાઉનલોડ કરી શકે છે. પ્રવાસીઓ ડિજિટલ ટિકિટિંગ તરફ આગળ વધે તે હેતુથી રેલવેતંત્ર દરેક રેલ પ્રવાસી દ્વારા આર વોલેટ જનરેટ અથવા તો રિચાર્જ કરવામાં આવશે તો તેના પર પાંચ ટકા બોનસ એટલે કે પાંચ ટકા ડિસ્કાઉન્ટ તંત્ર વોલેટમાં જ જમા કરી દેશે.
તેના પર અનરિઝર્વ્ડ એટલે કે જનરલ અને સિઝન ટિકિટ બુક કરી શકાશે, તેમાં પેપરલેસ અને પેપરટિકટ બંનેનાં વિકલ્પ મળશે. ટિકિટનું પેમેન્ટ પણ ઓનલાઇન કરવાનું રહેશે. ટિકિટ બુક થયા બાદ પેમેન્ટનો વિકલ્પ પણ મળશે અને ઈ-વોલેટ એટલે કે આર વોલેટ જનરેટ થશે પ્રવાસી પેટીએમ મોબિકવક વગેરે માધ્યમથી પેમેન્ટ કરી શકશે. રેલવે સ્ટેશનની કોઈ પણ ટિકિટ બારી પરથી આર વોલેટ રિચાર્જ કરાવી શકશે. આર વોલેટ ડેબિટકાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ મોડ દ્વારા વેબસાઈટ ુુ.ેંર્જહ ર્દ્બહ્વૈઙ્મી.ૈહઙ્ઘૈટ્ઠહટ્ઠિૈઙ્મ.ર્ખ્તv.ૈહ પર ઓનલાઇન રિચાર્જ કરાવી શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



