ન્યુ દિલ્હી,તા.૧૨
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારબાદ લોકસભા ચૂંટણીનો વારો આવશે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક અને ટિવટરનો જારદાર ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ લગભગ દરેક પાર્ટીએ સોશિયલ મીડિયાનો માર્ગ અપનાવ્યો. પરંતુ હવે રાજકીય દાવપેચ માટે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને પણ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હવે નાના શહેરોના વોટર્સ પર બે પ્રકારથી ફોકસ કરવામાં આવી રહ્યું છે. પહેલો- પ્રમુખ નેતા હવે સોશિયલ પોસ્ટ દરમિયાન હિન્દીનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. બીજા- હવે એવા સોશિયલ પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેની પર ક્ષેત્રીય યૂઝર્સ વધુ છે. તેની પર રાજકીય પાર્ટીઓ અને નેતા સ્થાનિક ભાષામાં પોસ્ટ કરે છે.
ફેસબુક અને ટિવટર બાદ રાજકીય પાર્ટીઓ અને રાજ્ય સરકારોના મુખ્ય ચહેરા હવે શેર ચેટ (હિન્દી+૧૪ ભાષાઓ), રોપોસો (હિન્દી+૯ ભાષાઓ), મુંગાનૂલ (તમિલ), ઈ-જીલોન (બંગાળી) જેવા પ્લેટફોર્મ ઉપર પણ ઝડપથી સક્રિય થઈ રહ્યા છે. શેર ચેટનું ઉદાહરણ લઈએ તો તેને દેશી ફેસબુક કહી શકાય. તેની પર ફેસબુક-ટિવટરના મુકાબલે હિન્દી બોલવા, વાંચવા, લખવા અને કન્ટેન્ટ શેર કરનારા યૂઝર વધારે છે. હિન્દી ઉપરાંત તેમાં ભોજપુરી, હરિયાણવી અને રાજસ્થાની સહિત ૧૪ અન્ય ભાષાઓનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે તેમાં અંગ્રેજી ભાષાનો વિકલ્પ નથી. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના બિન-અંગ્રેજી યૂઝરની વચ્ચે આ ફેસબુક-ટિવટરથી વધુ લોકપ્રિય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



