સગીરાને પ્રેમજાળમાં ફસાવી વીડિયો,સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચર્યુ

0
48

વડનગર,તા.૧
રાજ્યમાં વધી રહેલા બળાત્કારના કેસોમાં ફરી એક ઘટનાએ વધારો કર્યો છે. પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાને કલંકિત કરતો ૧૪ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવતા દ્વારકા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરમાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમા એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને આ દરમિયાન યુવકે સગીરાના વીડિયો, વાંધાજનક તસવીરો અને સેલ્ફી લીધી હતી. જે બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવકે સગીરાને શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવકે વડનગરના અલગ-અલગ ગેસ્ટ હાઉસમાં સગીરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ આચર્યુ હતું. અહિંયા તમને એ પણ જણાવી દઇએ કે, જ્યારે આ સગીરા સંબંધ બાંધવા માટે ના પાડતી હતી ત્યારે નરાધમ યુવક સગીરાને માર મારતો હતો. તેમજ સગીરા સાથે વીતાવેલી અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની અને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો.
જોકે બાદમાં સગીરા રોજના આ માનસિક ત્રાસથી કંટાળી ગઈ હતી. આખરે તેણે આ ઘટનાની જાણ પોતાના પરિવારને કરી હતી. જે બાદ સગીરાએ વડનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ત્રણ દિવસ થઈ ગયા છે, છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY