રાજ્યનાં ૧૪ હજારથી વધુ ગામોમાં કૂવાનાં તળ ઉંચા આવ્યાં
રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું આ એક ઐતિહાસિક જનઆંદોલન બન્યુ છે
ગાંધીનગર,તા.૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીના જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડયો છે. જનભાગીદારી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં ૨૩,૫૫૩ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ અભિયાનના કારણે રાજ્યનાં ૯૭૦૦ વરસાદી તળાવો અને ૪૬૦૦ ચેકડેમો સંપૂર્ણપણે ભરાયાં છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ચાલુ વર્ષે પણ મેઘરાજાની મહેર થતાં લગભગ ૯૫ ટકા જેટલો વરસાદ રાજ્યમાં થઇ ગયો છે ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. તેના લીધે ૫ થી ૭ ફૂટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સર્વાંગી વિકાસ માટે એ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું આ એક ઐતિહાસિક જનઆંદોલન બન્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"