વડોદરા તા. ૨૭ માર્ચ, ૨૦૧૯ (બુધવાર) ૨૦-વડોદરા સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરએ ૧૯૬૧ના ચૂંટણી સંચાલાન અંગેના નિયમો હેઠળ નોટીસ પ્રસિધ્ધ કરી છે. તા.૨૮ માર્ચ-૨૦૧૯ના રોજ ચૂંટણીની જાહેર નોટીસ પ્રસિધ્ધ થનાર હોય ૨૦-વડોદરા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા સભ્યની ચૂંટણી યોજવા જેમને ઉમેદવારીપત્ર રજૂ કરવું હોય તો તેમણે અથવા તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કચેરી, રૂમ નં.૧, કોઠી બિલ્ડીંગ, રાવપુરા વડોદરા અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, કલેકટર કચેરી રૂમ નં.૧૩, કોઠી બિલ્ડીંગ, રાવપુરા વડોદરા ખાતે તા.૨૮ માર્ચ-૨૦૧૯થી તા.૪ એપ્રિલ-૨૦૧૯ સુધીમાં જાહેર રજાના દિવસ સિવાય સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધીમાં નામાંકનપત્રો મેળવી, ભરીને એફિડેવિટ સહિત પહોંચાડી શકાશે.
નામાંકનપત્રના નમૂના ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. સામાન્ય ઉમેદવાર માટે રૂ. ૨૫ હજાર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ઉમેદવાર માટે રૂ. ૧૨૫૦૦ની ડિપોઝીટ સહિત ભરેલા નામાંકનપત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર રૂમ નં.૧, કોઠી બિલ્ડીંગ, રાવપુરા વડોદરા ખાતે તા.૫ એપ્રિલ-૨૦૧૯ના રોજ સવારે ૧૧ વાગ્યે કરવામાં આવશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે જે લેખિતરૂપે અધિકૃત્ત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ, ચૂંટણી અંગેની નોટીસમાં દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં મોડામાં મોડા તા.૮ એપ્રિલ-૨૦૧૯ના રોજ બપોરે ૩ વાગ્યા પહેલા પહોંચાડવા. મતદાન તા. ૨૩ એપ્રિલ-૨૦૧૯ ના રોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક દરમિયાન ઇલેકટ્રોનીક વોટીંગ મશીનોની સાથે વીવીપેટનો ઉપયોગ થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


