સુરત, તા.૨૫
ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામની સીમમાં આવેલી એક સ્ટોન ક્વોરીમાંથી રૂ.૭૫ હજારની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉમરપાડા પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના બોરીયા ગામ ખાતે રહેતાં નિલેશભાઈ રમેશભાઈ ચૌધરીની એક સ્ટોન ક્વોરી ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામ ખાતે આવેલી છે. આ સ્ટોન ક્વોરીના ત્રણ મશીનોની અંદર નાંખવામાં આવેલી ટાંગલ તાંબાની ત્રણ પીનો કિંમત રૂ.૭૫ હજારની મતાની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. સ્ટોન ક્વોરીના માલિક નિલેશ ચૌધરીને જાણ થતાં તેમણે ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૭૯ મુજબનો ગુનો નોંધી ફરિયાદીનું નિવેદન નોંધી ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ કર્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



