સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનીવર્સીટીના રમતવીરોએ અને ખેલ પ્રશિક્ષકોએ અચૂક મતદાનનો સંકલ્પ કર્યો

0
16

કડીયાનાકા ખાતે બાંધકામ શ્રમિકોને મતદાન માટે જાગૃત કરાયા

વડોદરા તા. ૩૦ માર્ચ, ૨૦૧૯ (શનિવાર)  મતદાર શિક્ષણ અને જાગૃતિ અભિયાન(સ્વીપ)ના કો-ઓર્ડીનેટર ડો- સુધીર જોષીના નેતૃત્વ હેઠળ પાદરા તાલુકાના ગણપતપુરા, એકલબારા, ઉમરાયા, મુવાલ કુરાલ, ચોકારી વિગેરે ગામોમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયાં હતા અને ગ્રામીણ મતદારોને તા.૨૩મી એપ્રિલના રોજ લોકસભા ચૂંટણેઓ માટેની અચૂક મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગણપતપુરામાં મહિલા મતદાન જાગૃતિ શિબિર યોજાઇ હતી જેમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બસો પચાસથી વધુ ગ્રામીણ મહિલાઓએ તા.૨૩મી એપ્રિલના રોજ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. શિક્ષકોને પણ મતદાન જાગૃતિ કેળવવામાં મદદરૂપ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પહેલીવાર મતાધિકાર મેળવનારી છોકરીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

જિલ્લા રમત ગમત અધિકારી (વડોદરા શહેર)  કેતુલ મહેરીયાના નેતૃત્વ હેઠળ માંજલપુર(સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સીટીના રમતવીર વિદ્યાર્થીઓ અને ખેલ પ્રશિક્ષકોએ અચૂક મતદાન કરવાના શપથ લીધાં હતા.

મદદનીશ શ્રમ આયુક્ત  અનિલ સોનીના નેતૃત્વ હેઠળ શહેરના વિવિધ કડીયાનાકાઓ ખાતે બાંધકામ કામદારોને લોકસભા ચૂંટણીઓ તેમજ મતદાનની તારીખ અને મતદાનના મહત્વની સમજ આપવામાં આવી હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY