વડોદરા,તા.૧
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના શૌચાલયમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ પણ દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
બુધવારે સવારે ૧૧ઃ૩૦ વાગ્યાની આસપાસ સયાજી હોÂસ્પટલના તાત્કાલિક સારવાર વિભાગના શૌચાલયમાં એક મહિલા ગઇ હતી. મહિલાએ શૌચાલયમાં તાજી જન્મેલી બાળકીને જાઇ હતી. જેથી હોસ્પિટલના સિક્યુરિટી સહિતના સ્ફાફને જાણ કરી હતી. શૌલલયની અંદર બાળકી ઊંધા માથે પટકાયેલી હતી. જેથી તુરંત જ સયાજી હોસ્પિટલના સત્તાધિશો અને ડોક્ટર્સને જાણ કરાઇ હતી. જેથી બાળકની શૌચાલયમાંથી બહાર કાઢવામાં આવી હતી. જોકે તપાસ કરતા બાળકી મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યુ હતું. આ દરમિયાન હોસ્પિટલમાં પહોંચેલી રાવપુરા પોલીસે મૃત બાળકીની માતા અને પરિવારની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



