અલીગઢમાં સપા નેતા રાકેશ યાદવની ગોળી મારી હત્યા

0
7

અલીગઢ,તા.૧
અલીગઢના હરદુઆગંજમાં સમાજવાદી પાર્ટીના નેતા રાકેશ યાદવની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ગોળી વાગવાથી સપાના નેતાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હત્યાની જાણકારી બાદ પોલીસે સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે.
આ ઘટના મંગળવાર મોડી રાત્રે બની હોવાનું જણાવી રહ્યાં છે. બાઇક પર સવાર રાકેશને બદમાસોએ તેમના ઘરની પાસે જ ગોળી મારી હતી. ગોળી ચાલવાના અવાજ સાંભળતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. સપા નેતાના ઘર પરિવારજન પણ સ્થળ પર પહોંચતા જ શોક મગ્ન બન્યા હતા.
હત્યાની જાણકારી બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને કબ્જો લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરિવારજનોએ હંગામો શરૂ કરી દીધો હતો. હત્યાની પાછળ જમીન વિવાદ જણાવવામાં આવી રહ્યું છે. એક જમીન પર પ્લોટિંગને લઇને સપા નેતા રાકેશથી કોઇની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. આ સંબંધમાં ફરિયાદ પણ થઇ હતી. હવે પોલીસ આ સમગ્ર મામલે આ વિવાદને જાડીને તપાસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY