રસોડામાં ૪.૫ ફૂટનો મગર ઘૂસી ગયો, આજવા સરોવરમાં છોડાયો

0
7

વડોદરા,તા.૨૨
વાઘોડિયા તાલુકાના રવાલ ગામમાં એક પરિવારના મકાનમાં વહેલી સવારે ૪.૫ ફૂટનો મગર ઘૂસી ગયો હતો. રસોડામાં ઘૂસી ગયેલા મગરે રસોડાના વાસણો પાડતા પરિવારજનો સફાળા પથારીમાંથી ઉભા થઇ ગયા હતા. અને રસોડામાં જઇને તપાસ કરતા રસોડામાં ફરી રહેલા મગરને જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. દરમિયાન આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરતા તુરંત જ ટીમ રવાલ ગામે પહોંચી ગઇ હતી. અને મગરનું રેસ્ક્યુ કરીને પકડી લઇ આજવા સરોવરમાં છોડી દીધો હતો.
રેસ્ક્યુ ટીમના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, વહેલી સવારે રવાલ ગામના દૂધ ડેરી ફળિયામાં રહેતા રાધાબહેન રામજીભાઇ ગોહિલે ટ્રસ્ટના હેલ્પ લાઇન ઉપર ઘરમાં મગર હોવાનો ફોન કર્યો હતો. કોલ આવતા જ ટીમ રવાલ ગામે પહોંચી ગઇ હતી. અને રસોડામાં બિન્દાસ્ત ફરી રહેલા ૪.૫ ફૂટના મગરનું રેસ્ક્યુ કરીને ઝડપી પાડ્યો હતો. અને મગરને આજવા સરોવરમાં છોડી દેવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY