કામદાર સંગઠનોની રેલીમાં ૧૦ ટ્રેડ યુનિયનના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા

0
24

વડોદરા,તા.૮
૮ જાન્યુઆરીના રોજ કેન્દ્રીય મજૂર સંગઠનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને વડોદરામાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો છે. જોકે, વિવિધ કામદાર સંગઠનો દ્વારા વિશાળ રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતેની સરકાર વિરોધી સૂત્રોચ્ચારો અને સરકારની નિતીઓનો વિરોધ કરતા પોસ્ટર્સ અને બેનર્સ સાથે નીકળેલી વિશાળ રેલીના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો ગયો હતો. મજૂર સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નિતીઓનો વિરોધ કરતું આવેદનપત્ર વડોદરા જિલ્લા કલેક્ટરને આપ્યું હતું.
કેન્દ્ર સરકારની જન વિરોધી અને મજૂર વિરોધી નિતીઓના વિરોધમાં કેન્દ્રના સંગઠનો દ્વારા ૮ જાન્યુઆરીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના એલાનમાં લોકલ બેંક એમ્પ્લોઇઝ સંગઠનો પણ જોડાયા હતા. બંધના અપાયેલા એલાનને સફળતા મળી નથી. પરંતુ કામદાર સંગઠનો દ્વારા કરવામાં આવેલી રેલીને અભૂતપૂર્વ સફળતા મળી હતી. ગાંધીનગર ગૃહ ખાતેની નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કામદાર સંગઠનોના કર્મચારીઓ જોડાયા હતા.
ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી વિશાળ રેલી રાવપુરા રોડ, કોઠી ચાર રસ્તા થઇ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી હતી. અને સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટરને પોતાના વણઉકલ્યા પ્રશ્નો તેમજ કેન્દ્ર સરકારની જનવિરોધી નિતીઓનો વિરોધ કરતું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કામદાર સંગઠનો દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, દરેક કર્મચારીને રૂપિયા ૨૧ હજાર પગાર આપવો, કર્મચારીઓને કાયમી કરવા, આંગણવાડી, આશા વર્કરો અને મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારીઓને કાયમી કરો, કામદારોને પેન્શન આપો, પ્રોવિડન્ડ ફંડ બોનસની ચૂકવણી ૪૫ દિવસમાં કરો, ખેડૂતોની મંજૂરી વિના જમીન સંપાદન કરવી નહીં. જેવા પ્રશ્નો અંગે આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતુ.
કેન્દ્ર સરકારની જનવિરોધી નિતીઓ અને મજૂર વિરોધી નિતીઓના વિરોધમાં નીકળેલી રેલીના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. નોકરી-ધંધાર્થે તેમજ વિવિધ કામો માટે નીકળેલા વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઇ પડયા હતા. ગાંધીનગર ગૃહથી સરકાર વિરોધી સુત્રોચ્ચારો, પોષ્ટરો અને બેનરો સાથે નીકળેલી રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. કામદારોની રેલીએ શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું. રેલી દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY