તરસાલી બ્રિજ પર ટ્રેલર-ટ્રક વચ્ચે અકસ્માત : ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત

0
18

વડોદરા,તા.૧૨
નેશનલ હાઇ વે તરસાલી બ્રીજ પર ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોંત નીપજ્યું હતું. ટ્રેલરનો ચાલક પાછળનું વ્હિલ બદલી રહ્યો હતો. આ દરમિયાન એક્સિડન્ટ સર્જાયો હતો.
વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ બ્રીજ ઉપર એક ટ્રેલર ચાલક ટ્રેલરના પાછલા ભાગે વ્હીલ બદલવાની કામગીરી કરી રહ્યો હતો. ત્યારે રાત્રીના ૮ વાગ્યાની આસપાસ પાછળથી ધસી આવેલ એક ટ્રકના ચાલકે ટ્રેલરને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મોંત નીપજ્યું હતું. જ્યારે ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.આ બનાવને પગલે ૧૦૮, પાણીગેટ ફાયર સ્ટેશન અને પાસે આવેલ એલ.એન્ડ.ટી.ની રેસ્ક્યુ ટીમ સહિત સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલ એક વ્યક્તિને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. ૧૦૮ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડયા હતા. પોલીસે મૃતક ટ્રેલર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માત મોંતનો ગુનો નોંધવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY