જાંબુઘોડાના અભિયારણમાં કેમિકલ ઠાલવવાના ગુન્હામાં સ્થાનિક પત્રકારની વન વિભાગ દ્વારા ધરપકડ

0
294

તારીખ 14 -1-19 ના રોજ કેમિકલ ખાલી કરતી ટ્રક જાંબુઘોડા અભ્યારણ વિસ્તાર ના રેંજ ફોરેસ્ટ ઓફિસર દ્વારા પકડી પાડવામાં આવેલ હતી. જેમાં 5 આરોપીઓ ની ધરપકડ કરાઈ હતી. આ સંકળાયેલા કુલ પાંચ આરોપીઓને તારીખ 22- 2- 19 ના રોજ બોડેલી કોર્ટમાં રજૂ કરતા અદાલત દ્વારા છોટાઉદેપુર જેલમાં મોકલી આપવામાં આવેલ હતા સદરહુ આરોપીઓને બે દિવસના રિમાન્ડ લેવામાં આવતા તેમાં સ્થાનિક પત્રકાર નું નામ ખોલવામાં આવ્યું હતું

તારીખ 25ના રોજ શિવરાજપુર રેન્જના આર.એફ.ઓ હરિસિંહ રાઉલજી ની ટીમ દ્વારા સદરહુ કેમિકલ ખાલી કરવામાં અગત્યનો ભાગ ભજવનાર જાંબુઘોડાના ના પત્રકાર કલ્પેશ મનહરલાલ પંચોલી રહે. જાંબુઘોડા ને તેઓની દુકાન પાસેથી તેઓની ફોર વહીલ કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા ગાડી સહિત તેમની અટક કરી તેમને શિવરાજપુર રેન્જ કચેરીએ લઇ જવામાં આવેલ છે.
તે પોતાનું એક “વનવાસી સંદેશ” નામનું સાપ્તાહિક બહાર પાડે છે.

સદરહુ આરોપીએ ઝેરી કેમિકલ અભ્યારણ વિસ્તારમાં ઠાલવવા માટે કેમિકલ ગાડીઓ માં લાવી અભિયારણ માં ઠાલવનાર શાહ આલમ નબી આલમ પઠાણ રહે.નવા યાર્ડ, વડોદરા સાથે રહી ટ્રક ને તેમની કાર દ્વારા પાઈલોટિંગ કરી ઠાલવવા ની જગ્યા બતાવતા હતા અને તે પેટે તેમને 5000 રૂપિયા મળવાના હતા એમ તેણે તેની કબૂલાત માં જણાવેલ છે.

તારીખ 26 2 19 ના રોજ તેઓને બોડેલી કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે તેઓના જણાવ્યા અનુસાર તેઓ ની દુકાન ઉપર ભાડે રહેતા જયેશ પટેલ મૂળ રહેવાસી કપડવંજ , ધંધો કપાસના બિયારણના હોવાનું અને તે પણ કેમિકલ ખાલી કરાવવા મા સાથ સહકાર આપેલ હોવાનું જણાવેલ છે.

સલીમ પટેલ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY