પ્રિટોરિયા,તા.૯
દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં મંગળવારે બે પેસેન્જર ટ્રેનોની વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી, જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. રેસ્ક્યૂ વિભાગે આજે તેની જાણકારી આપી હતી.
પ્રવક્તા ચાર્લ્સ મબાસોએ જણાવ્યું કે, આજે સવારે થયેલી ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, પરંતુ એવું કહેવાઇ રહ્યું છે કે મરનાર લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં ૬૪૧ લોકો ઘાયલ થયા છે, તેમાંથી ૧૧ લોકોની હાલત અતિગંભીર છે.
પ્રવક્તાએ જણાવ્યું કે, ગંભીર રૂપથી ઘાયલ બે લોકોને ઉત્તરી પ્રિટોરિયાના માઉન્ટેન વ્યૂ સ્થિત ઘટના સ્થળે એરપોર્ટની એમ્બુલન્સ સેવા મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





