ભૂવનેશ્વર,તા.૨૫
વિવિધ અપરાધી કેસોમાં નામ હતું અને પાંચ લાખ રૂપિયાનુ જેના પર ઈનામ હતું એવા આતંકવાદીએ કોરાપુત પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે મલકાનગિરીના ૨૭ વર્ષીય ધનંજય ગોપ ઉર્ફે સુધિરે દક્ષિણ-પશ્ચિમ રેલ્વે ડીઆઈજી હિંમાંશુ લાલ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
ગોપનું નામ ઓછામાં ઓછા ૨૭ ગુનાઓમાં સામેલ હતું કે જેમાં લોકોની હત્યા, ઉત્પાદન મશીનોને સળગાવવા, ઓફિસોમાં મોબ્મ ફેકવું અને સુરક્ષા દળો પર ફાયરિંગ કરવું વગેરે સામેલ છે. ઓડિશા સરકારની વતી પાંચ લાખ રૂપિયાનું ઈનામ પણ આ આતંકવાદી પર જાહેર કરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે જી.ઓ.પી. સમક્ષ આત્મસમર્પણ પછી તેને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને રાજ્ય સરકારની શરણાગતિ અને પુનર્વસન નીતિ હેઠળ તેને પુનર્વસન કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ગોપે સમર્પણ પછી મુખ્ય પ્રવાહમાં પાછા આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગોપે ૨૦૦૯માં પ્રતિબંધિત સંગઠન સીપીઆઇ (માઓવાદી) સાથે જોડાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



