નર્મદા સુગર ફેક્ટરીમાં ખેડૂતોની આવક બમણી કરવાની ચેરમેન દ્વારા કવાયત : તજજ્ઞો બોલાવી આપી માહિતી 

0
25

ટીસ્યુ ક્લચર અને તૈયાર ઓર્ગેનિક દવા મિશ્રીત બિયારણ નો ઉપયોગ કરવા હાકલ : જો ખેડૂત જાતે નર્સરી કરે તો રોપા સુગર ખરીદશે.

ઉત્પાદન વધારાની સાથે પાક માં ઉતારો ઓછોઆવવા, શેરડીનો ભાવ વધારો, મજૂરો ની સંખ્યા ઘટવાની સમસ્યા ની ચર્ચા કરવામાં આવી

રાજપીપળા :  નર્મદા સુગર ખાતે ખેડૂત ચિંતન શિબિર યોજાઈ  જેમાં ઉત્પાદન સાથે રિકવરી વધારાની સાથે ગંભીર  ચર્ચા કરવામાં આવી સાથે હાલ પાક માં ઉતારો ઓછો  આવવાથી ખાંડ ના ઉત્પાદન પર પણ અસર થાય છે,  શેરડીનો ભાવ વધારો, મજૂરો ની સંખ્યા ઘટવાની સમસ્યા ની ચર્ચા કરવામાં આવી જેમાં મુંબઈ ના તજજ્ઞ સંજીવ મ્હાણે, નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, વાઇસ ચેરમેન અજયસિંહ પરમાર, એમ ડી, નરેન્દ્ર પટેલ સહીત આગેવાનો અને ડિરેક્ટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વર્ષ 2022 માં ભારત ની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થાય ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના સંકલ્પ માટે ખેડૂતો ને જાગૃત કરવા માટે ખેડૂત સંકલ્પ શિબિર આયોજન આજે નર્મદા જિલ્લાની એક માત્ર ગણાતી સુગર ફેક્ટરી ધારીખેડા નર્મદા સુગર ખાતે યોજાયું જિલ્લામાં મોટાભાગ ના ખેડૂતો શેરડી અને કેળા ની ખેતી કરે છે ત્યારે શેરડીની ખેતી માં બમણું ઉત્પાદન કેમ કરી ને લેવાય તેહેતુ માટે મહારાષ્ટ્ર ના કૃષિ વિજ્ઞાનિક ને ખાસ ધારીખેડા બોલાવી જીલ્લાભર ના શેરડી પકવતા ખેડૂતો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું

ધારીખેડા નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ એ જણાવ્યું કે હાલ શેરડી પકવતા ખેડૂતો તેમનું ઉત્પાદન બમણું કરે તે માટે તેમની ખેત પદ્ધતિમાં ફરફાર કરી બે આંખોવાળા શેરડીના રોપા તથા ટીસ્યુ ક્લત્ચર રોપાનો ઉપયોગ કરતા થાય તો હાલ જે ઉત્પાદન છે તેમાં વધારો થાય જયારે મહારાષ્ટ્ર થી ખાસ આ કાર્યમાં નિપુર્ણ એવા કૃષિ વિજ્ઞાનિક સંજીવ મ્હાણે એ જણાવ્યું કે અમે સરકાર ના વિચાર ને સાર્થક કરવા મહારાષ્ટ્ર માં શેરડી માટે આ પ્રયોગ કરીએ છે અને અમે સફળ પણ રહ્યાં છે ત્યારે હવે ગુજરાતના ખેડૂતો પણ બામણીઆવક કરતા થાય તે હેતુ થી આજે આ શિબિર માં અમે અહીં ના ખેડૂતો ને માર્ગદર્શન આપ્યું છે અને જે સુગરના ખેડૂતો ને ટીશ્યુ બિયારણ આપવાની પણ સુગરે સ્કીમ શરૂ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY