લોકહૃદય સમ્રાટ ભારત રત્ન ‘વાજપેયીજી’ની અલવિદા

0
17

ન્યુ દિલ્હી,તા.૧૬
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું આજે અહીં નિધન થયું છે એ ૯૪ વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે ૫.૦૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.
વાજપેયીજી બે મહિનાથી પણ વધારે સમયથી હોસ્પિટલમાં કિડની તથા મૂત્રપિંડમાં ચેપની તકલીફ માટેની સારવાર હેઠળ હતા.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનું ૯૩ વર્ષની વયે નિધન થઈ ગયું છે. બુધવારે મોડી સાંજે ભારત રત્ન અટલજીની તબિયત ફરી લથડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં તેમની હાલત વધારે ખરાબ થઈ હતી, જે બાદ વડાપ્રધાન મોદીએ પણ AIIMS માં બે વખત મુલાકાત કરી હતી.
બુધવારે તેમની તબિયત વધુ બગડતાં વડાપ્રધાન મોદી,અમિત શાહથી લઈ દિગ્ગજ નેતાઓ એમ્સમાં તેમની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા. ત્યારે એમ્સે વધુ એક મેડિકલ બુલેટિન જાહેર કરીને તેમને સાંજે ૫.૩૦ કલાકે તેમને મૃત ઘોષિત કર્યા હતા. દિવસ દરમ્યાન રાહુલ ગાંધી,નીતિશ કુમાર થી લઈ દિગ્ગજ નેતાઓ એમ્સમાં તેમની ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.
૨૫ ડિસેમ્બર ૧૯૨૪માં મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં અટલ બિહારી વાજપેયીજીનો જન્મ થયો હતો. અટલજીના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી અને મા કૃષ્ણા દેવી હતા. વાજપેયીજીનો સાંસદીય અનુભવ પાંચ દશક કરતાં પણ વધુનો રહ્યો છે.
અટલ બિહારી વાજપેયીજી ૧૯૫૧માં ભારતીય રાજકારણનો હિસ્સો બન્યા હતા. તેમણે ૧૯૫૫માં પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. ત્યારપછી ૧૯૫૭માં તેઓ સાંસદ બન્યા હતા. તઅટલજી કુલ ૧૦ વાર લોકસભાના સાંસદ બન્યા છે. જ્યારે બે વાર ૧૯૬૨ અને ૧૯૮૬માં રાજ્યસભાના સાંસદ પણ રહ્યા છે. આ દરમિયાન અટલજીએ ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી અને મધ્ય પ્રદેશ લોકસભાની ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા. ત્યારે તેઓ ગુજરાતથી રાજ્યસભા પહોંચ્યા હતા.
બીજેપીના ચાર દશકામાં વિપક્ષમાં રહેનાર વાજપેયીજી ૧૯૯૬માં પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. પરંતુ સંખ્યાબળ ન હોવાના કારણે તેમની સરકાર માત્ર ૧૩ દિવસમાં જ પડી ગઈ હતી. તે પછી ફરી એક વાર તેમની સરકાર બની પરંતુ સંખ્યાબળ ન હોવાના કારણે ૧૩ મહિના પછી ૧૯૯૯ની શરૂઆતમાં તેમના નેતૃત્વવાળી સરકાર પડી ગઈ હતી. અન્નાદ્રમુકના પ્રમુખ જયલલિતા દ્વારા કેન્દ્રમાં બીજેપીની આગેવાની વાળી સરકારથી સમર્થન પાછું ખેંચી લેવાના કારણે અટલજીની સરકાર ધરાશાયી થઈ ગઈ હતી. પરંતુ ૧૯૯૯ની ચૂંટણીમાં ફરી તેમણે સ્થીર સરકાર બનાવી અને આ વખતે પાંચ વર્ષ સુધી શાસન કર્યું હતું.
૨૦૧૪ માં અટલ બિહારી વાજપેયીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્ન આપવામાં આવ્યું હતું. એ જ વર્ષે, મોદી સરકારે જાહેર કર્યું હતું કે વાજપેયીની જન્મ જયંતિ એટલે કે ૨૫ ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે તરીકે ચિહ્નિત થશે.
વાજપેયી સાજા થઈ જાય એ માટે દેશભરમાં અનેક મંદિરોમાં ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞ, હવન કરવામાં આવી રહ્યા છે તો અજમેર શરીફ દરગાહમાં મુસ્લિમ પ્રશંસકો એમને માટે દુઆ કરી રહ્યાં હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY