એન્જલ બ્રોકિંગ પ્રા.લી.ના લેણા અંગે પોલીસનો સંપર્ક કરવો

0
5

વલસાડ, તા.૨૮
વલસાડના કેબી મોલમાં ૨૦૦૬માં એન્જલ બ્રોકિંગ પ્રા.લી. નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં રોકાણકારોએ ટ્રેડ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા. કંપનીએ ઇન્વેસ્ટરોને વિશ્વાસ અને ભરોસો આપી વેપારીક સંબંધો બાંધી ઇન્વેસ્ટરોના ખાતામાંથી પરવાનગી, સંમતિ વગર રોકાણકારોની જાણ બહાર શેર લે-વેચમાં ખોટા ટ્રેડ ફાડી ખાતામાં નુકશાન પહોîચાડ્યું છે. જે અંગેની ફરિયાદ ૨૦૦૮ના વર્ષમાં મહેશભાઇ વેણીલાલ બલસારાએ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં આપતાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. આ કંપનીમા ટ્રેડ એકાઉન્ટ ધરાવતા રોકાણકારોને કંપની વિરુદ્ધ કોઇ લેણાં અંગે ફરિયાદ હોય તો વલસાડ સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.ભટ્ટ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY