૩૫ દુકાનોને સીલ મારવામાં આવ્યા
સુરત, તા.૨૮
સુરત મહાનગરપાલિકાનાં નોર્થઝોન (કતારગામ) વિસ્તારમાં કોસાડ આવાસ ખાતે એચ-૨ પેકેજમાં આવેલ કોસાડ આવાસ શોપીંગ સેન્ટરની દુકાનોમાં અસામાજિક ઈસમો દ્વારા ગેરકાયદેસરï કબજો કરેલ હોવાનું ધ્યાને આવતા તા.૨૭ના રોજ નોર્થ ઝોન કચેરીનાં વિભાગીય વડા એડી.સીટી. ઈજનેર આસી. મ્યુનિસિપલ કમિશ્નરï તેમજ કાર્યપાલક ઈજનેરની સીધી સૂચના હેઠળ સદર શોપીંગ સેન્ટરની કુલ ૪૪ દુકાનો પૈકી કુલ ૩૫ દુકાનોïમાંથી ગેરકાયદેસર કબજાï દૂર કરી સીલ મારવાની કામગીરી અત્રેનાં ઝોનનાંï જમીનïï મિલ્કત તેમજ દબાણ વિભાગના ડે.ઈજનેરો, જુની. ઈજનેર, ક્લાર્ક પટાવાળા તથાï બેલદારો દ્વારા હાથ કરવામાં આવેલ છે.
સદર કામગીરી દરમિયાન સ્થળ પર અજાણ્યાï માથાભારેïï ઈસમો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરીï કામગીરી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવેલ. પરંતુïï સ્થળ પર અમરોલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈï તેમજ પોલીસ સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાનાં વોચ એન્ડ વોર્ડ વિભાગનાં સીક્યુરિટી ગાર્ડ/માર્શલની મદદથી સ્થળ પર ઘર્ષણ દુર કરીï કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



