દક્ષિણ ગુજરાતમાં કાળઝાળ ગરમી : તાપમાન ૪૦ ડીગ્રી

0
7

જોરદાર ગરમી શરૂ થતા લોકોમાં અકળામણ
સુરત, તા.૨૮
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલ શહેરીજનોને રાત્રે અસહ્ના ઉકળાટ અનુભવાતા ઉનાળો જોમી રહ્યુ છે. આગામી દિવસોમાં ગરમીનો પારો હજી વધે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૯.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૩.૨ ડીગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૪.૩ મિલીબાર નોધાયું છે. શહેરમાં સવારથી જ કલાકના ૨ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફુંકાઈ રહ્ના છે.
નવસારીમાં અધિકતમ તાપમાન ૪૦.૩ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫ ડીગ્રી નોધાયું છે. વલસાડમાં અધિકતમ તાપમાન ૩૬.૪ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૯.૬ ડીગ્રી નોîધાયું છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૦ ડીગ્રીની આસપાસ નોધાયો છે. માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહ દરમ્યાન રાજ્યમાં ઉનાળો જામી રહ્ના છે. મોટાભાગના શહેરોમાં અધિકતમ તાપમાન ૪૦ ડીગ્રીની આસપાસ રહેતા આગામી દિવસોમાં વધુ ગરમી પડવાની શક્યતા છે. સરેરાશ બે થી ત્રણ ડીગ્રી વધુ તાપમાન નોîધાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY