વલસાડ,તા.૬
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખડકવાળ ગામની સીમમાં કરવંદાના વેલા ઉપર ૧૮ વર્ષીય અરવિંદ માહદુભાઇ પટારાની લાશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે મૃતકનું પી.એમ. કરાવ્યા બાદ અક્માત મોત મુજબનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
દરમિયાન મૃતકની પ્રેમિકાએ ગ્રામજનોને તથા મીડિયાને ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું હતું કે, તેને અરવિંદ સાથે પ્રેમસંબંધ હતો અને રોજ રાત્રે એકબજાને મળતા હતા. બનાવની રાત્રે તેઓ ખડકવાળા ધમની ફળિયાની હદમાં એક ખાડામાં નિલગીરીના ઝાડ નીચે બેસી અંતરંગ પળો માણી રહ્યા હતા. તે સમયે ત્યાં આવી પહોંચેલા બે ઇસમો જેઓ અરવિંદના મિત્રો હોવનું તેણીએ જાણ્યું હતું.
તેઓએ અરવિંદની પ્રેમિકા ઉપર નિયત બગાડતા મિત્રો વચ્ચે તકરાર થઇ હતી. દરમિયાન બંને ઇસમોએ અરવિંદની હત્યા કરી દીધી હોવાનો આક્ષેપ પ્રેમિકાએ કર્યો હતો. પ્રેમીની હત્યાથી તે ગભારિ ગઇ હોવાથી પોલીસ મથકમાં ન્હોતી ગઇ.
દરમિયાન પોલીસને ઘટના સ્થળે પ્રેમિકાનું એક કપડું મળી આવ્યું હતું. પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથધી હતી. પ્રેમિકાના આક્ષેપના પગલે કપરાડા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



