લૂથી બચવાના હાથ વગા ઉપાયો
વલસાડ, તા. ૧૭
હવામાન વિભાગની સુચના અનુસાર આવનાર દિવસોમાં તાપમાન વધવાની સંભાવના છે. જે ધ્યાકને તમામ કન્સભટ્રકસન સાઈટો તેમજ જેઓ ભારે તડકામાં કામ કરવા સાથે સંકળાયેલા છે, તેઓના કામના સમયમાં ફેરફાર કરી બપોરે ૧૨ થી ૩ કલાક સુધી બહાર/ભારે તડકામાં કામ નહીં કરવા સંબધિત કોટ્રાકટર તથા જાહેર જનતાને નિવાસી અધિક કલેકટર વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હીટ વેવથી બચવા ગરમીમાં બહારથી આવ્યાધ બાદ શરીરનું તાપમાન નીચે આવે ત્યાવર બાદ જ નહાવું, શકય હોય તો ઘરની બારી-બારણા સાથે ખસની પટ્ટી પાણી છાંટી બાંધી રાખવી. ભારે તડકામાં બહાર નીકળવાનું ટાળો, ભીના કપડાથી માથું ઢાંકી રાખો, સુતરાઉ ખુલતા કપડા પહેરો, ભરપુર પાણી પીઓ. બાળકો માટે કેસુડાના ફુલ અને લીમડાના પાનનો ઉપયોગ કરવો. ઓ.આર.એસ, લીંબુ પાણી, મોળી છાશ, તાળફળી, નારીયેળ પાણી, ખાંડમીઠાનું દ્રાવણ વગેરે પુષ્કોળ પ્રમાણમાં પીવું જોઇએ.
લૂ લાગવાથી બચવાનો ઘરઘથ્થુ ઉપચાર – ૧૦ નંગ કાળી દ્રાક્ષ આખી રાત પલાળી રાખો, સવારે આ પાણી પીવા અને દ્રાક્ષ ખાવાથી લૂ લાગવાથી બચી શકાય છુ. લૂ લાગવાના લક્ષણો જણાય તો સત્વ રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


