લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ દ્વારા ત્યાં કડક ચેકીંગ હાલ ચાલી રહ્યું છે, નર્મદાના સાગબારા પોલીસની હદમાં આવતી ધનસેરા ચેક પોસ્ટ કે જે વારંવાર વિદેશી દારૂની હેરાફેરી માં વગોવાયેલી છે ત્યાં હાલ આ કડક ચેકીંગ થઈ રહ્યું છે છતાં સમયાંતરે ત્યાં વિદેશી દારૂનો જથ્થો પકડાય છે એ શું બતાવે છે …? ગુજરાતમાં દારૂ બંધીનો અમલ કેટલો યોગ્ય થઈ રહ્યો છે અને દારૂની હેરાફેરીમાં કોની રહેમ નજર છે આ વાત ગુજરાતની પ્રજા જાણેજ છે ત્યારે દારૂ બંધી હોવા છતાં બુટલેગરો હેરાફેરીની હિમ્મત ક્યાંથી કરે છે એ પણ સૌ જાણે છે છતાં ચૂંટણી ટાણે કડક અમલ દેખાડનારા પોલીસ વિભાગના અધિકારી કે કર્મચારીઓ આવી કેટલીય ચેક પોસ્ટ ઉપરથી પસાર થતા દારૂના નાના મોટા વાહનો પર કાયમ માટે બાઝ નજર રાખી કાયદાનો કડક અમલ કરે એ જરૂરી છે અને જયારે જયારે દારૂ પકડાય છે ત્યારે ફક્ત મુદ્દામાલ સાથે વાહન ચાલાક ને પકડી કેશ બને છે જયારે મુખ્ય માથા ફરાર થાય છે માટે ફક્ત વાઉચરોને પકડતી પોલીસ દારૂ સપ્લાય કરતા મુખ્ય માથાઓને પકડી ગુજરાતમાં દારૂ બાંધીનો કડક અમલ કરે એ જરૂરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




