ગુજરાતી ફિલ્મ અભિનેત્રીના મોબાઈલની ચોરી થતા ફરિયાદ નોંધાઈ

0
28

અમદાવાદ,તા.૨૨
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરના ઘરમાંથી જ મોબાઈલની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. મોનલે ઓપરેશન કરાવ્યું હોવાથી તેના ઘરે તેની ખબર અંતર પૂછવા આવેલા કેટલાક લોકોમાંથી કોઇ વ્યક્તિ જ મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની શંકાને પગલે મોનલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વસ્ત્રાપુરના પ્રેરણા ટાવરમાં રહેતી અને અભિનેત્રી તરીકે કામ કરતી મોનલ ગજ્જરે ૨૮ માર્ચના રોજ લાઇપો સેક્શનનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ ૩૦ માર્ચના રોજ રજા આપતા તે પોતાના ઘરે આરામ કરી રહી હતી. આ સમયગાળા દરમિયાન તેના કેટલાક મિત્રો અને સંબંધિઓની તેની ખબર અંતર પૂછવા માટે ઘરે અવર-જવર રહેતી હતી. ૨ એપ્રિલના રોજ સવારે મોનલને પોતાના ફોનની જરૂર પડતા તેણે ફોન શોધ્યો પરંતુ ઘરમાંથી ફોન મળી આવ્યો ન હતો. જેથી તેણે ૨૦ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY