વલસાડ,વાપી,દમણ અને દાદરા નગર હવેલીમાં ભૂકંપના આંચકા

0
8

એક કલાકમાં જ કુલ ૩ આંચકા આવતા લોકોમાં ભય
વલસાડ,તા.૨૦
ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલા પાલઘર જિલ્લામાં શનિવારના રોજ સવારે ૯ઃ૧૭ વાગ્યે ૩.૫ રિકટર સ્કેલના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાની અસર વલસાડ જિલ્લાના વાપી, સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વર્તાઈ હતી. એક જ કલાકમાં કુલ ૩ હળવા કંપન નોંધાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ, સતત ધરતીકંપના હળવા આંચકા સાથે ૧ અઠવાડિયાથી ધ્રૂજતી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની ધરતી શનિવારે ફરી ધણધણી હતી. શનિવારે પાલઘર જિલ્લામાં ૦૯ઃ૧૭ વાગ્યે ૩.૫ ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.જે બાદ ૧૦ઃ૧૦ વાગ્યે ફરી ૨.૯નો આંચકો અને ૧૦ઃ૧૯ વાગ્યે ૧.૯નો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો.
ત્રણેય આંચકાનું કેન્દ્ર બિંદુ અલગ અલગ દિશામાં નોંધાયું છે. એક અરબસાગરમાં તો બીજુ પાલઘરના દેઉર નજીક અને ત્રીજું વાપીથી ૪૮ કિમી દૂર મડગાઉં નજીક નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે, પાલઘર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં કુલ ૧૦ હળવા કંપન નોંધાયા છે. જેમાં ૧૫મી જુલાઈએ ૩ આંચકા, ૧૭મી જુલાઈએ ૧ આંચકો, ૧૮ જુલાઈએ બે આંચકા અને ૧૯મી જુલાઈએ ૧ ધરતીકંપનો હળવો આંચકો નોંધાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY