મજૂરે આત્મહત્યા કરી લેતા નિર્માણાધીન હિરા બુર્સમાં સેકડો કામદારો ઉશ્કેરાયાઃ પોલીસ વાન પર પથ્થરમારો ઃ હત્યાના આરોપ સાતે કર્મચારીઓનું રસ્તા રોકો આંદોલન
સુરત, તા. ૦૭
ખજાદ ખાતે નવનિર્મિત ડાયમંડ બુર્સ ખાતે મજૂરના આપઘાતના પગલે સાથી મજુરોએ હોબાળો મચાવ્યો હતો. મજૂરની હત્યા કરી તેની લાશને લટકાવી દઈ આત્મહત્યામાં ખપાવાની આશંકાથી શ્રમિકો વિફરતા એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનમાં તોડફોડ કરી હતી.
ખજાદ ખાતે નિર્માણાધીન ડાયમંડ બુર્સ ખાતે સુરજીત નામનો શ્રમિક આજે કામ પર આવ્યો ન હતો. સાથી મજુરોએ તપાસ કરતા કામના સ્થળે મજૂરોના રૂમમાં તેની લાશ લટકતી હાલતમાં મળી હતી. છેલ્લા એકાદ મહિનામાં મજુરના આપઘાતની આ ચોથી ઘટના બનતા મજુરો વિફર્યા હતા. સાથી મજુરોએ આક્ષેપ કર્યો હતોકે સુરજીતની હત્યા કરીને તેના મૃતદેહને રૂમમાં લટકાવી દઈ આત્મહત્યામાં ખપાવવામાં આવ્યો છે.
આજે સવારથી ડાયમંડ બુર્સ ખાતે મજુરોનું ટોળુ જમા થઈ કામનો બહિષ્કાર કર્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા એમ્બ્યુલન્સ અને પોલીસ બોલાવવામાં આવી હતી. વિફરેલા મજુરોએ માનવ સાંકળ બનાવીને એમ્બ્યુલન્સ તથા પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ડાયમંડ બુર્સ ખાતે શ્રમિકોએ આત્મહત્યા નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાથી મૃતકોના પરિવારોને આર્થિક મદદ અને હત્યારાઓની ધરપકડ તથા સજાની માંગ કરવામાં આવી હતી.
આશરે હજારેક જેટલા મજુરો ભેગા થઈ જતા ઘટનાની ગંભીરતા સમજી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્તળે પહોîચી ગયા હતા. ખટોદરા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



