તા.૧લી ડિસેમ્‍બરે વલસાડ ખાતે વિશ્વ એઇડસ દિનની ઉજવણી કરાશે

0
292

તા.૧લી ડિસેમ્‍બરે વિશ્વ એઇડસ દિવસની આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે વલસાડ શહેરમાં વલસાડ રકતદાન કેન્‍દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જે અનુસાર તા.૧લીએ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ કલાક દરમિયાન વલસાડ શહેરના કલ્‍યાણબાગ સર્કલ, પોસ્‍ટ ઓફિસ સર્કલ, ડી.એસ.પી.સર્કલ અને ટાવર સર્કલ ખાતે વાહનચાલકોને રેડ રીબન બાંધી જનજાગૃતિ લાવવાના પ્રયાસો કરાશે. સવારે ૧૧-૦૦ કલાકે વલસાડના સરકારી અધિકારી/ કર્મચારીઓને તેમની કચેરીઓમાં જઇ રેડ રીબીન બાંધવામાં આવશે. આ ઉપરાંત મોંઘાભાઇ હોલ, વલસાડ ખાતે સાંજે ૬-૦૦ કલાકે એચ.આઇ.વી. એઇડસથી મૃત્‍યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્‍ડલ લાઇટનો કાર્યક્રમ યોજાશે. જેમાં સૌને સહયોગ આપી ઉપસ્‍થિત રહેવા વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના માનદ મંત્રી ડૉ.યઝદી ઇટાલીયાએ અનુરોધ કર્યો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY