મોરબી જીલ્લામાં મેઘસવારીની આતુરતાથી રાહ જોવાતી હોય અને આખરે મેઘરાજા રીઝ્યા હતા રવિવારે સાંજથી ઝરમર વરસાદ વરસ્યો હતો અને રવિવારે મોડી રાત્રીના સમયે વરસાદી ઝાપટાથી ઠંડી પ્રસરી ગઈ છે.


સોમવારે મોરબી જીલ્લા પર મેઘરાજાની મહેર જોવા મળી હતી સવારથી મોરબી જીલ્લાના મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર સર્વત્ર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. સોમવારે બપોરે ૨ સુધીમાં મોરબીમાં ૧૦ મીમી, વાંકાનેરમાં ૦૮ મીમી, હળવદમાં ૧૩ મીમી, માળિયા (મી.) માં ૦૬ મીમી તેમજ ટંકારામાં ૨૨ મીમી વરસાદ નોંધાયો છે તો બપોરના સુમારે મોરબીમાં ધોધમાર વરસાદ શરુ થતા નગરજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી

રિપોર્ટર રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




