સંજાણ ખાતે જય અંબે મહિલા મંડળ દ્વારા નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો.

0
8

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં જય અંબે મહિલા મંડળ દ્વારા નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પનો ઉદ્‌ઘાટન સમારંભ વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો.

આ અવસરે આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે મહિલા મંડળે લોક કલ્‍યાણના હેતુસર કરેલા પ્રયાસને બિરદાવી ગામના દરેક વ્‍યક્‍તિ વ્‍યસનમુક્‍ત બને તેવું અભિયાન હાથ ધરવા અનુરોધ કર્યો હતો. તેમણે મહિલા મંડળને ઘરે-ઘરે જઇ રાજ્‍ય સરકારની યોજનાઓ વિશે જાણકારી આપી તેનો લાભ અપાવવામાં સહયોગ આપવા પણ જણાવ્‍યું હતું.  સેવાકાર્ય માટે કેમ્‍પમાં જોડાયેલા ડોક્‍ટરો પણ અભિનંદનની પાત્ર છે. મંત્રીશ્રીએ આયુષ્‍માન યોજના હેઠળ પાંચ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે, તેમ જણાવી મા અમૃતમ અને મા વાત્‍સલ્‍ય યોજના તેમજ રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્‍તૃત જાણકારી આપી રાજ્‍ય સરકારે આપેલી સુવિધાઓનો યોગ્‍ય લાભ લેવા જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ ગામમાં થઇ રહેલા વિકાસકાર્યોની સતત દેખરેખ રાખી કામગીરી સારી રીતે થાય તે જોવાની જવાબદારી ગ્રામજનો નિભાવી અને રાજ્‍ય સરકારના કાર્યમાં સહકાર આપે તેવો અનુરોધ કર્યો હતો.

આ અવસરે શાળાની બાજુમાં આવેલા મેદાનમાં રૂા.૬.પ લાખના ખર્ચે તૈયાર થનાર ૪૦૦ મીટરના વોક-વે અને સ્‍ટ્રીટ લાઇટની કામગીરીનું ખાતમુહૂર્ત પણ મંત્રીશ્રીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે સ્ત્રી રોગ નિષ્‍ણાત વંદના ખલાસી, ઓર્થોપેડીક નિષ્‍ણાત વૃષન્‍ક શાહ, ફીઝીયો. સિદ્ધાર્થ પરમાર અને જતીન વડલામુડી, બાળરોગ નિષ્‍ણાત પુનીત માલવી, આંખ રોગ નિષ્‍ણાત સરિતા શર્મા, બ્‍લડ-સુગર માટે ઉર્વશી પટેલ, દાંતના રોગ માટે હેતલ કાડીયર તેમજ હૃદય રોગના નિષ્‍ણાત ચેતન પટેલ સહિત ચામડી અને નાક-કાન-ગળાના ડોક્‍ટોરોએ પણ તેમની નિઃસ્‍વાર્થ સેવાઓ આપી હતી તેમજ લાભ લેનારા દર્દીઓને રોગ પ્રમાણેની દવાનું વિતરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ દક્ષાબેન, જય અંબે મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન, ઉત્તર ભારત સેવા સંઘ વાપીના પ્રમુખ પપ્‍પુભાઇ તિવારી, કનુભાઇ સોનપાલ અગ્રણી પ્રદિપભાઇ, સુભાષભાઇ સહિત મહિલા મંડળના સભ્‍યો ગ્રામજનો હાજર રહયા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY