પીજ મુકામે ક્રોપ ડાયવર્સિફીકેશન પ્રોગ્રામ હેઠળ કુષિ મેળો-કુષિ પ્રદર્શન યોજાયું.

0
35

ખેડા જિલ્‍લાના પીજ મુકામે રાષ્‍ટ્રિય કુષિ વિકાસ યોજના અંતર્ગત ક્રોપ ડાયવર્સિફીકેશન પ્રોગ્રામ હેઠળ જિલ્‍લા ખેતીવાડી શાખા તથા ખેડૂત તાલીમ કેન્‍દ્ર, ઠાસરાના સંયુકત ઉપક્રમે કુષિમેળો-વ-કુષિ પ્રદર્શનને સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્‍તે ખુલ્‍લો મુકવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત ખેડૂત મિત્રોને સાંસદશ્રીએ જણાવ્‍યું હતું કે, દેશનો આર્થિક આધાર કૃષિ પર આધારિત છે. ખેડૂતોની આવક ડબલ કરવાની નેમ છે. જિલ્‍લામાં તમાકુ પકવતા ખેડૂતો તમાકુનો પાક ઓછો કરી અન્‍ય પાક તરફ વાળવા માટે ખેડા જિલ્‍લા ખેતીવાડી વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. મધ્‍ય ગુજરાતમાં ખેડા, આણંદ અને વડોદરા જિલ્‍લામાં ખેડૂતો મોટા ભાગે તમાકુનું ઉત્‍પાદન વધુ કરે છે. આમ, આ જિલ્‍લાના ખેડૂતો તમાકુના બદલે અન્‍ય પાક તરફ વળે તે માટે વર્ષ ૨૦૧૬-૧૭થી આ કાર્યક્રમનો અમલ શરૂ કરવામાં આવ્‍યો છે. આ યોજના અન્‍વયે તમાકુના બદલે અન્‍્ય પાકની ખેતી માટે ક્ષેત્રિય નિદર્શન (જેવા કે ઘઉં, બાજરી, ડાંગર, કપાસ, કઠોળ, જુવાળ વગેરે પાકના નિદર્શન)માં સહાય આપવામાં આવે છે. આ યોજના અન્‍વયે હેકટર દીઠ ઘઉંમાં અને કઠોળના પાકમાં રૂા.૯,૦૦૦/-, જુવાળમાં રૂા.૬,૦૦૦/-, બાજરીમાં રૂા.૬,૦૦૦/-, ડાંગરમાં રૂા.૯,૦૦૦/- અને કપાસમાં રૂા.૯,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે. નિદર્શન સિવાય ખેડૂતોને સોલાર પમ્‍પ માટે પ હોર્સ પાવરના પંપ માટે રૂા.૩ લાખ સુધીની સહાય, ખેત યાંત્રિકરણ માટે રોટાવેટર અને પાવરપ્રેશર ઘટક માટે રૂા.પ૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. ખેડૂતો આ યોજનાથી વાકેફ થાય તે માટે તાલુકા દીઠ એક ખેડૂત તાલીમનું પણ આયોજન કરવામાં આવે છે તથા બહોળા પ્રચાર, પ્રસાર માટે જિલ્‍લામાં બે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લામા વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૭૫૬૬૬ હેકટર વિસ્‍તારમાં તમાકુ પાકનું વાવેતર થતુ હતું. જે વર્ષ ૨૦૧૬-૧૭માં ઘટીને ૬૪૦૮૨ હેકટર અને ૨૦૧૭-૧૮માં ઘટીને ૬૨૯૧૬ હેકટર થયેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં અત્‍યાર સુધીમાં ૫૯૦૧૫ હેકટરમાં તમાકુનું વાવેતર થયેલ છે. આમ છેલ્‍લા ત્રણ વર્ષમાં કુલ ૧૬૫૫૧ હેકટર વિસ્‍તારમાં તમાકુ પાકનું વાવેતર ઓછું થયું છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ માં ૧૦૩૫ હેકટરમાં રૂા.૫૨.૭૦ લાખ અને ૨૦૧૮-૧૯માં ૫૮૫ હેકટર માટે રૂા.૪૪.૪૫ લાખની સહાય ખેડૂત મિત્રોને આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ફાર્મ મિકેનાઇઝેશન હેઠળ કુલ ૧૨૯ લાભાર્થી ખેડૂતોને કુલ ૫૫.૫૮ લાખની સહાય તથા વર્ષ ૨૦૧૮-૧૯માં માહે નવેમ્‍બર અંતિત કુલ ૧૧૪ ખેડૂતોને કુલ રૂપિયા ૪૫.૩૦લાખની સહાય ચૂકવવામાં આવી છે. છેલ્‍લા બે વર્ષમાં ૪૮૦ ખેડૂતોને તમાકુના પાક છોડવા માટે રૂા.૧,૨૦,૫૦૦ના ખર્ચે ૧૬ તાલીમ કેમ્‍પોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જી.જી.આર.સી દ્વારા છેલ્‍લા બે વર્ષમાં સોલાર પંપ ઘટકમાં ૧૭ લાભાર્થી ખેડૂતોને કુલ રૂા.૪૭.૬૫ લાખની સહાય આપેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં પણ સોલાર પંપ ધટકમાં કુલ ૧૮.૯૦ લાખની સહાયની જોગવાઇ કરાઇ છે. આમ, આર.કે.વી.વાય અંતર્ગત ક્રોપ કાયવર્સિફીકેશન યોજનામાં વર્ષ ૨૦૧૬-૧૭ થી અત્‍યાર સુધીમાં ૪૨૪૩ ખેડૂતોને કુલ ૨૬૫.૬૪ લાખનો લાભ આપવામાં આવ્‍યો છે.

વર્ષ ૨૦૧૮-૧૯ ડીસેમ્‍બર અંતિત કૃષિ યાંત્રિકરણમાં ૨૫ ઘટકોમાં ૩૭૭૬ના ભૌતિક લક્ષ્‍યાંક સિધ્‍ધ કરી રૂા.૫,૫૧,૭૨,૫૪૫/-ની નાણાંકીય સહાય ચૂકવવામાં આવી છે. જયારે વર્ષ ૨૦૧૭-૧૮માં કૃષિ યાંત્રિકરણમાં કુલ ૨૪ ઘટકોમાં ૩૮૩૯નો ભૌતિક લક્ષ્‍યાંક સિધ્‍ધ કરી રૂા.૫,૯૯,૧૫,૭૧૫/-ની નાણાંકીય સહાય ચૂકવવામાં આવી છે.

આ પ્રસંગે માતરના ધારાસભ્‍ય કેસરીસિંહ સોલંકી તથા જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે પ્રાસંગિક પ્રવચનો કરેલ હતા. જિલ્‍લા ખેતીવાડી અધિકારી સોનારાએ સૌને આવકાર્યા હતા. જયારે આત્‍મા પ્રોજેકટના ડાયરેકટરશ્રી દવેએ આભાર વિધિ કરેલ હતી.આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સંયુકત ખેતી નિયામકશ્રી કમલાબેન છાયા, શ્રી આશીષભાઇ, શ્રી પંકજભાઇ, ખેતીવાડીના અધિકારીશ્રી મનહરભાઇ, શ્રી ધવલભાઇ પટેલ, ખેતીવાડી શાખાના અધિકારીઓ અને કર્મચારી, મોટી સંખ્‍યામાં ખેડૂત ભાઇઓ અને બહેનો, પશુપાલકો તથા વિવિધ ખેત ઉત્‍પાદનના વિક્રેતાઓ મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

                                                     

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY