વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ નહીં થતો હોય પાણીજન્ય જીવજંતુઓ ઉપદ્વવ રોગચાળો નોંતરી શકે છે
વલસાડમાં નવા બનેલા રોડનું લેવલ ફૂટપાથ કે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર કરતા ઉંચું થઇ ગયું છે. જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે. આ પાણી વરસાદ બંધ પડયા પછી પણ નિકળતું ન હોય તેમાં ઉત્પન્ન થતાં જીવજંતુને લઇ રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે.
વલસાડમાં ચોમાસા પહેલાં નગરપાલિકાએ રોડ બનાવ્યા હતા. નવા રોડ જૂના રોડની ઉપર જ બનાવાતા હાલ રોડનું લેવલ ખુબ ઉંચુ થઇ ગયું છે. આ રોડ ફૂટપાથ કરતા ઉંચા બની ગયા છે. આ સિવાય કેટલાક મકાનોના સ્તર કરતાં રોડ ઉંચા બનતાં હવે એપાર્ટમેન્ટ કે ફૂટપાથ અને રોડ વચ્ચે ખાડો પડી ગયો છે. ત્યાં પાણીનો ભરાવો થાય છે અને આ પાણી ઘેરાઇ રહે છે. જેમાં લીલ અને અનેક જીવ જંતુઓ ઉત્પન્ન થઇ રહ્યા છે. આ જંતુને લઇ શહેરમાં રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસ્યો નથી. આખો દિવસ તડકો પડી રહ્યો છે, પરંતુ રોડ અને મકાનના લેવલ વચ્ચેના ભાગમાં ભરાતું પાણી સુકાતું નથી. જેના કારણે આ પાણીમાં લીલ અને જીવજંતુઓ તેમ મચ્છરોના ઇંડા જોવા મળી રહ્યા છે. આ જીવજંતુ કે મચ્છરો રોગ ફેલાવવા માટે તૈયાર રહેતા હોય છે. જેની સામે પાલિકા યોગ્ય પગલાં ભરે તે જરૃરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"