મુંબઈ,તા.૧૫
મોખરાની અભિનેત્રી કેટરિના કૈફ ફરી એકવાર સુપર સ્ટાર સલમાન ખાનની પનાહમાં આવી ગઇ જણાય છે. એને અત્યારે એક હિટ ફિલ્મની તાતી જરૃર છે.
કેટરિનાની છેલ્લી બંને ફિલ્મો ઠગ્સ આૅફ હિન્દુસ્તાન અને ઝીરો અમિતાભ બચ્ચન, આમિર ખાન અને શાહરુખ ખાન જેવા માતબર હીરો હોવા છતાં પીટાઇ ગઇ હતી એટલે એ સ્વાભાવિક રીતેજ અપસેટ રહેતી હતી. હાલ એ સુપર સ્ટાર સલમાન ખાન સાથે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત કરી રહી છે. આ ફિલ્મ ઇદ પર રજૂ થવાની છે. ભારત ફિલ્મ પ્રિયંકાએ પોતાના લગ્નને કારણે છોડી દીધી ત્યારે સલમાન ખાને કેટરિનાને આ ફિલ્મ માટે નોતરી હતી અને કેટરિનાએ સમય પારખીને તરત સ્વીકારી લીધી હતી.
સલમાન પહેલેથી કેટરિનાને સંભાળતો રહ્યો છે. રણબીર કપૂર સાથેના કેટરિનાના સંબંધોનો અચાનક અંત આવ્યો ત્યારે પણ કેટરિનાને હતાશ થતાં એણે ઉગારી લીધી હતી અને કેટરિના પણ જ્યારે જ્યારે પોતાને મુશ્કેલીનો અનુભવ થાય ત્યારે સલમાનના શરણે જતી રહી છે.
અત્યારે એને એવી આશા છે કે સલમાન ખાન સાથેની ફિલ્મ ભારત હિટ નીવડશે.
સલમાનની ફિલ્મમાં પૂરતું ધ્યાન આપી શકાય એટલા માટે તો એણે રેમો ડિસોઝાની એબીસીડી થ્રી સ્વીકાર્યા પછી પડતી મૂકી હતી કારણ કે ભારત ફિલ્મના કામ સાથે રેમોની ફિલ્મની તારીખો ક્લેશ કરતી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



