વાપીમાં બિલ્ડર પર ફાયરિંગ મામલોઃ ૨ આરોપીઓ મુંબઇથી ઝડપાયા

0
10

વાપી,તા.૨૨
જર,જમીન અને જોરૂ કજિયાના છોરું. આ કહેવત વાપીમાં સાચી ઠરી છે. એક જમીન ના ટુકડા ના કારણે અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. વાપી નજીક સલવાવ માં એક બાંધકામની સાઇટ પર ટોળાએ હંગામો મચાવી ફાયરિંગ કર્યું હતું. સાથે જ બિલ્ડીંગના કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો કરી ઢોર માર માર્યો હતો. જોકે આ ઘટનામાં હુમલાખોરોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આમ ધોળે દિવસે ટોળાએ બિલ્ડીંગ બાંધકામની સાઇટ પર મચાવેલા આતંકથી વલસાડ પોલીસ દોડતી થઇ ગઇ હતી. ત્યારે વલસાડ પોલીસે ફાયરિંગ ના મામલે બે આરોપી ની મુંબઈ ના વિરાર થી ઝડપી પડયા છે. ત્યારે ઝડપાયેલ આરોપી એ રૂપિયા ૩ લાખમાં સોપારી લઇ આ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.
વાપીના સલવાવ નજીક એક નવા બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ બિલ્ડિંગના બાંધકામના સ્થળ પર હથિયારો સાથે દસથી પંદરનું ટોળું ધસી આવ્યું હતું. અને સાઇટ પર હંગામો મચાવ્યો હતો. સાથે જ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા કોન્ટ્રાક્ટર પર જીવલેણ હુમલો કર્યો હતો. અને ટોળામાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે ગોળીઓ રૂમની દિવાલ અને કારના કાચ પર લાગતા કોન્ટ્રાક્ટરનો આબાદ બચાવ થયો હતો. જોકે ત્યારબાદ ટોળાએ સાઈટ પર હાજર કોન્ટ્રાક્ટરને પર જીવલેણ હુમલો કરી ઢોર માર મારતા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY