વાપી,તા.૯
વિઘ્નહર્તાનું વિસર્જન હવે થઈ રહ્યું છે. ત્યારે વિઘ્નહર્તાના વિસર્જનમાં અંભેટી ગામે કરૂણાંતિકા સર્જાઈ હતી. નદીમાં ઉંડે સુધી શ્રીજીનું વિસર્જન કરવા ગયેલા ત્રણ લોકો પૈકી એક વૃધ્ધ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તણાઈ ગયાં હતાં. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. તણાતા વૃધ્ધનો વીડીયો સામે આવ્યો છે.
વાપી નજીક અંબાચ ગામે રઘુજી ફળિયામાં રહેતા અરવિંદભાઇ પટેલ ઉ.વ.૬૬ એ ઘરમાં જ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. વિસર્જનના સાતમા દિવસે રવિવારે તેઓ પરિવાર અને ફળિયાના માણસો સાથે અંભેટી ખરેડા પુલ નીચે કોલક નદીમાં શ્રીજી વિસર્જન કરવા માટે સાંજના સમયે નીકળ્યા હતા. જ્યાં અરવિંદભાઇની સાથે ગામના બે યુવકો નદીમાં ઉતર્યા હતા. પાણીની વહેણ વધારે હોવાથી ત્રણેય તણાવા લાગતા બંને યુવકો હેમખેમ નદીથી બહાર નીકળી આવ્યા હતા. જોકે અરવિંદભાઇ બહાર ન આવતા તેમની શોધખોળ હાથ ધરાઇ હતી. પાણીમાં જ તણાઇ ગયા હોવાનું માની આ અંગે નાનાપોંઢા પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. જોકે મોડી રાત સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


